ગિફ્ટ અને મદદ મળે એ માટે આ કપલે બાળકના જન્મ અને મરણનું નાટક કર્યું

19 August, 2019 09:28 AM IST  |  અમેરિકા

ગિફ્ટ અને મદદ મળે એ માટે આ કપલે બાળકના જન્મ અને મરણનું નાટક કર્યું

આ કપલે બાળકના જન્મ અને મરણનું નાટક કર્યું

પરિવાર, દોસ્તો અને અજાણ્યાઓ પાસેથી મદદ મેળવવા માટે લોકો દયામણા બનીને ત્રાગડો રચતાં પણ અચકાતાં નથી. એનો અત્યંત ભદ્દો દાખલો અમેરિકાના પેન્સિલ્વેનિયામાં એક યુગલે આપ્યો છે. કાયસી અને જીઓફ્રે લાન્ગ નામના એક કપલને પોલીસે ખોટા સમાચાર ફેલાવીને લોકોને ઠગવાના આરોપસર અટકમાં લીધા હતા. વાત એમ હતી કે આ યુગલે પ્રેગ્નન્સીથી લઈને બાળકના જન્મ અને મરણ સુધીનાં ખોટા સમાચારો ફેલાવ્યા હતા.

પહેલાં તો કાયસીએ પોતે પ્રેગ્નન્ટ છે એવા સમાચાર ફેલાવીને પરિવાર અને મિત્રો પાસેથી સહાનુભૂતિ મેળવી. ખાસ્સા મહિનાઓ પ્રેગ્નન્સી માટે પૈસાની જરૂર છે એમ કહીને લોકો પાસેથી મદદ એકઠી કરી. ત્યાર બાદ બાળકનો જન્મ થયાના સમાચાર પણ સોશ્યલ મીડિયા પર બ્રેક કર્યા. પાતળી પરિસ્થિતિનાં રોદણાં રડીને પરિવાર અને મિત્રો પાસેથી નવા બાળક માટે ગિફ્ટ અને ડોનેશન પણ લીધું. જોકે જન્મના થોડા જ દિવસોમાં તેમણે પોતાનો દીકરો મરી ગયો હોવાની જાહેરાત કરી. એમાં બાળકની તસવીર પણ મૂકી. ત્રીજી જુલાઈએ તેમણે પોતાનો એસ્ટન વૉલ્ટ નામના દીકરાનું દુઃખદ મૃત્યુ થયું છે એમ કહીને ગોફન્ડમી નામે ડોનેશન ઉઘરાવવાનું શરૂ કર્યું. યુગલે ઑફિશ્યલી મરણ-નોંધ પણ છપાવી. જોકે તેમણે ફેસબુક પર જે ફોટો મૂક્યો હતો એ રિયલ બાળકો નહીં, પણ બાળક જેવા દેખાતા ઢીંગલાનો હોવાનું જણાતાં પોલીસે વાતની ઊંડી તપાસ આદરી. 

આ પણ વાંચો : 4 સાઇકલસવારો 1 સોફા ઊંચકીને ચાલ્યા

જે ક્રેમેટૉરિયમમાં બાળકને દફનાવવામાં આવ્યું હતું ત્યાં જઈને તપાસ કરી ત્યારે આખું ગૂંચળું ઉકલ્યું હતું. પોલીસે કપલની અટક કરીને આકરી પૂછતાછ કરી ત્યારે ખબર પડી કે તેમણે તો પ્રેગ્નન્સી અને બાળક જન્મવાનું પણ નાટક જ કર્યું હતું. 

offbeat news hatke news