કોચીમાં કોરોના વાઇરસ વિશેની લોકજાગૃતિનું કામ બે રોબો કરે છે

14 March, 2020 08:19 AM IST  |  Kochi

કોચીમાં કોરોના વાઇરસ વિશેની લોકજાગૃતિનું કામ બે રોબો કરે છે

વૈશ્વિક રોગચાળો બનેલા કોરોના વાઇરસ વિશે લોકજાગૃતિ માટે કોચી સ્થિત કેરળ સ્ટાર્ટઅપ મિશન (કેએસયુએમ)માં રોબોની પણ મદદ લેવાઈ રહી છે. અસિમોવ રોબોટિક્સે વિકસાવેલા બે રોબો અલગ-અલગ કામગીરી સંભાળે છે. એક રોબો વાઇરસનો ચેપ રોકવા માટે માસ્ક, સૅનિટાઇઝર અને નૅપ્કિન્સનું વિતરણ કરે છે. બીજો રોબો સ્ક્રીન પર એ બીમારી ફેલાતી રોકવા માટે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને પ્રસારિત કરેલી માહિતી લોકોને બતાવે છે.

આ પણ વાંચો : કૅનેડાના આ ભાઈએ આત્મવિશ્વાસ વધારવા શરીરને ભૂરી ઇન્કથી રંગી દીધું છે

આવા રોબો વિમાનમથક જેવાં જાહેર સ્થળોએ ગોઠવવાની પણ વિચારણા સરકારી તંત્ર કરી રહ્યું છે.

kochi coronavirus offbeat news hatke news