સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા બ્રેડ વિક્રેતાએ સેલ્ફ-સર્વિસ શરૂ કરી

16 April, 2020 09:45 AM IST  |  Coimbatore | Gujarati Mid-day Correspondent

સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા બ્રેડ વિક્રેતાએ સેલ્ફ-સર્વિસ શરૂ કરી

સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા બ્રેડ વિક્રેતાએ સેલ્ફ-સર્વિસ શરૂ કરી

કોરોનાથી બચવા માટે સોશ્યલ ડિસ્ટન્સિંગ બહુ મહત્વનું છે. જોકે જે લોકો એસેન્શ્યિલ ચીજોના વેચાણનું કામ કરે છે તેઓ દિવસ દરમ્યાન અનેક લોકોના સંપર્કમાં આવે છે. પૈસાની લેવડદેવડ કરવાથી પણ જોખમ વધે છે. એના ઉકેલ માટે કોઇમ્બતુરના એક દુકાનદારે મજાનો વિકલ્પ શોધ્યો છે અને એ છે સેલ્ફ-સર્વિસ. આ ભાઈ મુખ્યત્વે બ્રેડ વેચે છે. તેમણે બ્રેડના પૅકેટની કિંમત મોટા અક્ષરે લખી દીધી છે અને બાજુમાં પૈસાનું ડબલું મૂક્યું છે. લોકોને જે પૅકેટ જોઈતું હોય એ લઈને પૈસા ડબ્બામાં મૂકીને જતા રહેવાનું. લોકો લાઇનમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવીને આવે છે. આ વ્યવસ્થાને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. 

coimbatore offbeat news hatke news national news