આ ખરુંઃ કોરોનાના દર્દીએ પોતાની મૃત્યુનોંધ વાંચી કહ્યું, હું જીવું છું

28 April, 2020 02:28 PM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Online Correspondent

આ ખરુંઃ કોરોનાના દર્દીએ પોતાની મૃત્યુનોંધ વાંચી કહ્યું, હું જીવું છું

પ્રતીકાત્મક તસવીર

મધ્ય પ્રદેશના ઉજ્જૈનની કોરોનાની એક એવી ઘટના સામે આવી છે, જે વાંચીને તમને આશ્ચર્ય થશે. એક પ્રાઈવેટ મેડિકલ કોલેજમાં મોટી બેદરકારી સામે આવી રહી છે. શહેરના RD ગાર્ગી હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા કોરોનાની સારવાર માટે એક યુવક દાખલ થયો હતો, જ્યારે તેણે પોતાના મોતના સમાચાર વાંચ્યા ત્યારે તેને વિશ્વાસ ન થયો અને એના હોંશ ઉડી ગયા. ત્યારબાદ તેણે સોશિયલ મીડિયાની મદદથી એક વીડિયો બનાવીને પોસ્ટ કર્યો હતો. આ વીડિયો વાઈરલ થયા પછી સ્વાસ્થ્ય ડિપાર્ટમેન્ટ સુધી પહોંચ્યો હતો.

વીડિયો જોતા જ અધિકારીઓ એલર્ટ થયા અને તપાસ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ વિભાગે મોટી બેદકારી માનીને સંબંધિત ડોક્ટરને 'કારણ બતાઓ' નોટિસ રજૂ કરી હતી. વાઈરલ થયેલા વીડિયોમાં કોરોના વાઈરસ દર્દી બોલી રહ્યો છું 'હું બે દિવસ પહેલા જ RD ગાર્ગી હોસ્પિટલમાં દાખલ થયો છું અને સારવાર લઈ રહ્યો છું. મેં શનિવારે અચાનક એવા સમાચાર વાંચ્યા કે હું મરી ગયો છું, પરંતુ હું તો જીવંત છું. અને લોકોને વીડિયો વધારેમાં વધારેથી વધારે શૅર કરવા માટે પણ કહ્યું હતું.'

કોરોનાના વધતા કેસ જોઈ ઉજ્જૈનના ચીફ મેડિકલ અને હેલ્થ ઓફિસર ડો. અનસુયા ગવાલીએ કહ્યું કે, 'યુવકનું નામ એક 60 વર્ષીય કોરોના દર્દીની જગ્યાએ લખી દીધું હતું. જેનું ગુરુવારે મોત નીપજ્યું હતું. આ અંગે સંકળાયેલા ડોક્ટરે પોતાની ભૂલ સ્વીકારી છે. તેણે જણાવ્યું હતું કે, નામ અને એડ્રેસમાં ભૂલ થવાના કારણે આવું થયું હતું.'

ujjain offbeat news hatke news madhya pradesh