નેપાળમાં બહાર નીકળશો તો ગેંડો પાછળ પડશે

08 April, 2020 09:43 AM IST  |  Nepal | Gujarati Mid-day Correspondent

નેપાળમાં બહાર નીકળશો તો ગેંડો પાછળ પડશે

બહાર નીકળશો તો ગેંડો પાછળ પડશે

જ્યારથી દેશવિદેશમાં લૉકડાઉન લાગુ પડ્યું છે અને માણસો ઘરમાં કેદ થયા છે ત્યારથી રોડ પર જંગલી પ્રાણીઓ પણ બિન્ધાસ્ત ફરવા લાગ્યા છે. માણસો કેદ થતાં પ્રાણીઓને મોકળું મેદાન મળ્યું છે એટલે ક્યાંક હાથી રોડ પર મહાલતો જોવા મળે છે તો ક્યાંક હરણ, ક્યાંક નીલકગાય તો ક્યાંક દીપડા. તાજેતરમાં ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના ઑફિસર પ્રવીણ કાસવાને એક વિડિયો શૅર કર્યો છે જેમાં એક ગેંડો રોડ પર રાજાની જેમ મહાલી રહ્યો છે. રસ્તામાં ફરતા એકલ-દોકલ માણસોને જોઈને એ તેની પાછળ પડે છે. માણસ પણ તેના રસ્તામાંથી હટીને નજીકની ગલીની દુકાનમાં ચડી જાય છે. આ તસવીર નેપાલની છે. સામાન્ય રીતે જે બજારમાં હકડેઠઠ માણસો ફરતા હોય ત્યાં હવે પ્રાણીઓ વિનાસંકોચે મહાલી રહ્યા છે.

nepal offbeat news hatke news coronavirus