માસ્ક પહેરવા વિશે લોકજાગૃતિ લાવવા થયું 36 ફુટ લાંબા માસ્કનું પ્રદર્શન

16 October, 2020 07:52 AM IST  |  Chandigarh | Gujarati Mid-day Correspondent

માસ્ક પહેરવા વિશે લોકજાગૃતિ લાવવા થયું 36 ફુટ લાંબા માસ્કનું પ્રદર્શન

36 ફુટ લાંબા માસ્કનું પ્રદર્શન

પંજાબ અને હરિયાણા બે રાજ્યોના પાટનગર ચંડીગઢમાં કોરોનાના પ્રતિકાર માટેનાં પગલાં વિશે લોકજાગૃતિ માટે પરિવર્તન નામની સામાજિક સંસ્થાએ શહેરના મધ્યવર્તી વિસ્તારમાં ૩૬ ફુટ લાંબો માસ્ક પ્રદર્શિત કર્યો હતો. પરિવર્તન વેલ્ફેર અસોસિએશનનાં પ્રમુખ રેણુકા શર્માએ એ માસ્કને શહેરના જુદા-જુદા ભાગોમાં પ્રદર્શિત કરવાની અસોસિએશનની યોજના પણ બનાવી છે. પ્રદર્શન દરમ્યાન કોરોના-ઇન્ફેક્શનથી બચવા માટે માસ્ક પહેરવા ઉપરાંત સૅનિટાઇઝેશન, ફિઝિકલ ડિસ્ટન્સિંગ વગેરે અન્ય આવશ્યક બાબતોનો પણ પ્રચાર કરવામાં આવે છે. 

chandigarh offbeat news hatke news national news