કેન્યામાં હાલમાં ફેમસ થઈ ગઈ છે કોરોના વાઇરસ જેવી હેરસ્ટાઇલ

13 May, 2020 07:53 AM IST  |  Kenya | Gujarati Mid-day Correspondent

કેન્યામાં હાલમાં ફેમસ થઈ ગઈ છે કોરોના વાઇરસ જેવી હેરસ્ટાઇલ

કોરોના વાઇરસ જેવી હેરસ્ટાઇલ

આફ્રિકાના દેશ કેન્યાની સૌથી મોટી કાઇબેરિયા ઝૂંપડપટ્ટીમાં કોરોના વાઇરસ પ્રેરિત હેરસ્ટાઇલ અત્યંત લોકપ્રિય થઈ છે. રોગચાળામાં ઘરાકી ઘટતાં કાઇબેરિયાના હેરસ્ટાઇલિસ્ટોએ નવું ગતકડું શોધી કાઢ્યું છે. એ લોકોએ નવરાશમાં સંશોધન કરીને સ્પાઇકી લુક્સ ધરાવતી કોરોના હેરસ્ટાઇલ તૈયાર કરી અને એ હિટ થઈ ગઈ છે. કોરોના વાઇરસ માઇક્રોસ્કોપ નીચે જેવો દેખાય છે, એ આકાર અને દેખાવની હેરસ્ટાઇલ નૉર્મલ રેટથી ઓછા ભાવમાં કરી આપે છે. અન્ય હેરસ્ટાઇલ્સ માટે ૨૫૦થી ૪૦૦ રૂપિયા જેટલા સ્થાનિક ચલણ-શિલિંગ્સના ભાવ આપવા પડે છે, પરંતુ કાઇબેરિયાના વાળંદો કોરોના હેરસ્ટાઇલ માંડ ૩૫થી ૪૦ રૂપિયાની આસપાસના ભાવે કરી આપે છે. નૉર્મલ હેરકટ કરતાં કોરોના હેરસ્ટાઇલના ઘરાકો વધી ગયા છે, કારણ કે કાઇબેરિયાના ઝૂંપડાવાસીઓને મોંઘી હેરસ્ટાઇલ્સ પરવડતી નથી. વળી એ હેરસ્ટાઇલ કોરોના વાઇરસના રોગચાળા વિશે લોકજાગૃતિમાં પણ મદદરૂપ થાય છે.

kenya offbeat news hatke news