ઇટલીમાં કમ્યુનિટી બાસ્કેટ મુકાયાં: જરૂર હોય એ વસ્તુ લઈ લો

05 April, 2020 07:10 AM IST  |  Italy | Gujarati Mid-day Correspondent

ઇટલીમાં કમ્યુનિટી બાસ્કેટ મુકાયાં: જરૂર હોય એ વસ્તુ લઈ લો

કમ્યુનિટી બાસ્કેટ

કોરોના વાઇરસના રોગચાળામાં લગભગ બરબાદ થઈ ગયેલા ઇટલીના નેપલ્સ પ્રાંતમાં આર્થિક રીતે સક્ષમ લોકો તેમના ઘરની બહાર સપોર્ટિવ બાસ્કેટ લટકાવી રાખે છે. એ બાસ્કેટ પર ઇટાલિયન ભાષામાં લખ્યું હોય છે કે ‘તમે આમાં કંઈક મૂકી શકતા હો તો મૂકી દો અને ન મૂકી શકતા હો તો લઈ લો.’

કોઈ પણ પ્રકારના માનવસંવાદ વગરની આ પ્રવૃત્તિમાં લોકો ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ ભરેલી ટોપલી કે બાસ્કેટ બનાવી રાખે છે. એમાં પોતે આપેલી કે અન્યોએ મૂકેલી વસ્તુઓ હોય છે. આ પ્રવૃત્તિની સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર શૅર કરવામાં આવેલી તસવીરોને ૬૬૦૦ લાઇક્સ મળી છે. એ તસવીરની નીચે લખેલી કમેન્ટમાં અન્ય દેશોના લોકોએ એ ઉદાહરણને અનુસરવાનો નિર્ધાર દર્શાવ્યો અને ઘણા લોકોએ નેપલ્સના લોકોને ઉદાર અને મોટા દિલના ગણાવ્યા છે. 

italy international news offbeat news hatke news