ચીનમાં ફ્લાઈટમાં કોરોના વાઇરસથી બચવા પ્રવાસીઓ મોટરબાઇક હેલ્મેટ પહેરે છે

31 January, 2020 12:08 PM IST  |  China

ચીનમાં ફ્લાઈટમાં કોરોના વાઇરસથી બચવા પ્રવાસીઓ મોટરબાઇક હેલ્મેટ પહેરે છે

ચીનમાં કોરોના વાઈરસનો હાહાકાર

ચીનમાં કોરોના વાઇરસના પ્રકોપથી ભયભીત થઈને લોકો પ્લાસ્ટિક બૉટલ્સ અને મોટરબાઇક હેલ્મેટ સહિત જુદી-જુદી વસ્તુઓ પહેરવા માંડ્યા છે. હૉન્ગકૉન્ગ મેટ્રો સિસ્ટમમાં બાળકને લઈને પ્રવાસ કરતી એક મહિલાએ પ્લાસ્ટિકની વસ્તુઓની કાપકૂપ કરીને ચહેરા પર રક્ષણાત્મક સાધન પહેર્યું હતું. શાંઘાઈથી પર્થની ફ્લાઇટમાં કોરોના વાઇરસથી બચવા માટે એક જણે મોટરબાઇકની હેલ્મેટ પહેરી હતી. એ ફ્લાઇટમાં મોટા ભાગના પ્રવાસીઓએ અનેક પ્રકારના માસ્ક પહેર્યા હતા. ચીનમાં ફેસમાસ્ક વગરના મુસાફરોને પબ્લિક ટ્રાન્સપોર્ટનાં વાહનોમાં પ્રવાસની છૂટ નથી. બ્રિટિશ ઍરવેઝ અને યુનાઇટેડ ઍરલાઇન્સ સહિત અનેક ઍરલાઇને એમની ચીનનાં શહેરોની ફ્લાઇટ્સ રદ કરી છે.

china offbeat news hatke news coronavirus