કોરોના નામનો સ્ટોર કેરળમાં ધૂમ કમાણી કરી રહ્યો છે

22 November, 2020 07:33 AM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

કોરોના નામનો સ્ટોર કેરળમાં ધૂમ કમાણી કરી રહ્યો છે

કોરોના સ્ટોર

શેક્સપિયર કહે છે કે નામમાં શું રાખ્યું છે, પરંતુ કોરોના નામે કોને કેટલો ફાયદો કે નુકસાન કરાવ્યું તે અહીં જોઈએ.

કેરળના કોટ્ટાયમમાં ૭ વર્ષ પહેલાં ઘરની સજાવટની એક દુકાન ખોલવામાં આવી હતી, જેનું નામ કોરોના રાખવામાં આવ્યું હતું. લેટિનમાં કોરોનાનો અર્થ મુગટ એવો થાય છે. મહામારીના સમયમાં આ દુકાન સારો એવો ધંધો કરી રહી છે.

ઉત્તર પ્રદેશમાં એક ગામનું નામ કોરોઉના છે. માર્ચ મહિનામાં જ્યારથી કોરોના વાઇરસની મહામારી જાહેર થઈ છે ત્યારથી આ ગામના લોકોએ ભેદભાવયુક્ત વર્તનનો સામનો કરવો પડી રહ્યો છે. અન્ય ગામના લોકો તેમની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખતા નથી, ગામના રહેવાસીઓ ગામનું નામ કોરોઉના જણાવે તો પોલીસ પણ શંકા કરવા માંડે છે.

યુકેમાં બાંધકામના મજૂર તરીકે કામ કરતા એક માણસે જણાવ્યું કે તેના દીકરાનું નામ જિમી કોરોના છે અને કોરોનાની મહામારી ફેલાયા બાદ લોકો તેની સરનેમ પર વિશ્વાસ ન કરતા હોવાથી તેણે દરેક સ્થળે તેનું જન્મ પ્રમાણપત્ર લઈને ફરવું પડે છે.

kerala offbeat news hatke news national news