માસ્કનું પૂછ્યું તો ઝભલા થેલી પહેરી લીધી

12 April, 2021 08:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતમાં કોરોનાની બીજી લહેરની તીવ્રતા દરરોજ વધતી જ જાય છે

માસ્કનું પૂછ્યું તો ઝભલા થેલી પહેરી ભાઈએ

ભારતમાં કોરોનાની બીજી લહેરની તીવ્રતા દરરોજ વધતી જ જાય છે અને એવામાં લોકોને પોલીસ માસ્ક પહેરવાની તેમ જ સોશ્યલ ડિસ્ટન્સ રાખવાની સલાહ સતત આપે છે. તાજેતરમાં એક શહેરમાં પોલીસે એક ભાઈને માસ્ક ન પહેરવા બદલ ટોક્યો ત્યારે તેણે તરત જ પ્લાસ્ટિકની ઝભલા થેલી કાઢીને પહેરી લઈને પોલીસને અને આસપાસ ઊભેલા સૌકોઈને ચોંકાવી દીધા હતા. ભારતમાં આવા ‘તેજસ્વી’ લોકોની તંગી નથી.

offbeat news viral videos