સતત ઇઅરફોન પહેરવાથી આ 10 વર્ષના છોકરાના કાનમાં ફૂગ લાગી

14 May, 2020 07:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સતત ઇઅરફોન પહેરવાથી આ 10 વર્ષના છોકરાના કાનમાં ફૂગ લાગી

કાનમાં ફૂગ લાગી ગઈ

ચીની મીડિયામાં એક વિચિત્ર કેસ પ્રકાશમાં આવ્યો છે. સતત ઇયરફોન પહેરવાને લીધે ૧૦ વર્ષના એક છોકરાના કાનમાં ફૂગ લાગી ગઈ છે. ડૉક્ટરોનું કહેવું છે કે આ એક પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન છે. થોડા દિવસો પહેલાં એક મહિલા તેના ૧૦ વર્ષના પુત્ર સાથે ડૉક્ટર પાસે આવી હતી. છોકરાને કાનમાં સતત દુખાવો થઈ રહ્યો હતો અને કાનમાં ખૂબ જ સખતપણું લાગી રહ્યું હતું. ડૉક્ટરોએ તપાસ કરતાં જણાયું કે કાનના કાણામાં ઊંડે સડો થઈ ગયો છે. સામાન્ય રીતે કાનમાં ઇન્ફેક્શન થવાનાં અનેક કારણો હોય છે પણ આ છોકરાના કિસ્સામાં અનેક કારણો એકત્ર થયાં હતાં. આ છોકરાને સતત કાન ખોતરવાની આદત હતી જેના કારણે તેના કાનના ટિશ્યુને નુકસાન પહોંચ્યું હતું. વધુમાં લાંબો સમય ઇયર ફોન કે હેડ ફોન્સ લગાવી રાખવાને લીધે કાનમાં હવાની આવ-જા રોકાતી હતી. પરિણામે કાનમાં ભેજ વધી જતાં ઇન્ફેક્શન થયું હતું.

ડૉક્ટરના જણાવવા મુજબ લાંબો સમય હેડ ફોન્સ કે ઇયર ફોન પહેરી રાખવાને કારણે આ સમસ્યા નિર્માણ થઈ હતી.

offbeat news hatke news