ફરજ પર હાજર થવા પોલીસ-કર્મચારી કાનપુરથી જબલપુર 450 કિમી ચાલીને પહોંચ્યો

14 April, 2020 07:33 AM IST  |  Kanpur | Gujarati Mid-day Correspondent

ફરજ પર હાજર થવા પોલીસ-કર્મચારી કાનપુરથી જબલપુર 450 કિમી ચાલીને પહોંચ્યો

કૉન્સ્ટેબલ આનંદ પાન્ડે

કોરોના વાઇરસના પ્રસારને કારણે આખો દેશ લૉકડાઉનમાં છે ત્યારે કેટલાક લોકો એવા પણ છે જેઓ પોતાની નોકરીને પ્રાધાન્યતા આપે છે. કૉન્સ્ટેબલ આનંદ પાન્ડે આમાંના જ એક છે, જેઓ ફરજ પર હાજર થવા માટે ૪૫૦ કિલોમીટર પગપાળા ચાલીને કાનપુરથી જબલપુર ફરજ પર હાજર થયા હતા.

કાનપુરના ભૌતીના રહેવાસી પાંડેની પોસ્ટિંગ જબલપુરમાં થઈ હતી. પત્ની બીમાર હોવાથી ૨૦ ફેબ્રુઆરીએ તે રજા લઈને ઘરે આવ્યો હતો, પરંતુ લૉકડાઉનને કારણે કાનપુરમાં જ ફસાઈ ગયો. જોકે લૉકડાઉન પણ તેને ફરજ પર હાજર થતો અટકાવી શક્યો નહીં. તેણે ૩૦ માર્ચે કાનપુરથી ચાલવાની શરૂઆત કરી અને જબલપુર પહોંચ્યો. વચ્ચે-વચ્ચે તેણે કેટલાક વાહનચાલકો પાસેથી લિફ્ટ પણ મેળવી હતી. આમ ત્રણ દિવસે તે કાનપુરથી જબલપુર પહોંચ્યો. તમામ પોલીસ-કર્મચારીઓએ પાંડેના પ્રયાસની પ્રશંસા કરી હતી. હાલમાં પાંડે જબલપુરના ઘંટાઘર ચોકમાં ફરજ બજાવી રહ્યો છે.

jabalpur kanpur national news offbeat news hatke news