1.3 ટન વિસ્ફોટકોથી આકાશમાં દોઢ કિમી ઊંચે રચાઈ વિશ્વની સૌથી મોટી આતશબાજી

11 February, 2020 07:44 AM IST  |  Colorado

1.3 ટન વિસ્ફોટકોથી આકાશમાં દોઢ કિમી ઊંચે રચાઈ વિશ્વની સૌથી મોટી આતશબાજી

વિશ્વની સૌથી મોટી આતશબાજી

અમેરિકાના કોલોરાડો શહેરમાં શનિવારે યોજાયેલા વાર્ષિક વિન્ટર કાર્નિવલમાં વિશ્વની સૌથી મોટી આતશબાજી કરવામાં આવી હતી, જેને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સામેલ કરવામાં આવી છે. આ આતશબાજીથી આખું આકાશ લાલ રંગે રંગાઈ ગયું હતું.

એમરાલ્ડ માઉન્ટન પર કરવામાં આવેલી આ આતશબાજીમાં પાંચ મીટરનો વ્યાસ ધરાવતા ૬૨ ઇંચની ઊંચાઈ અને ૧૨૭૦ કિલોનું વજન ધરાવતા વિસ્ફોટકના ગોળાને હવામાં ફાયર કરવામાં આવ્યો હતો, જે માટે સ્ટીમબોટ ફાયરવર્ક્સની ટીમે માઉન્ટન પર ૨૬ ફીટની સ્ટીલ ટ્યુબથી ગોળાને હવામાં છોડ્યો હતો, જે લગભગ દોઢ કિલોમીટરની ઊંચાઈએ ગયા પછી સ્ફોટ થયો હતો.

આ પહેલાં યુએઈએ ૨૦૧૮માં ૧૦૮૭.૨૬ કિલો વજનના વિસ્ફોટકના ગોળાનો સ્ફોટ કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં નામ નોંધાવ્યું હતું. આ વિસ્ફોટક ગોળો તૈયાર કરવામાં રોજના આઠ કલાક કામ કરતાં લગભગ એક મહિના લાગ્યો હતો. ગોળાને સુરક્ષિત બનાવવા માટે ૮૦ કિલોમીટર ટેપ વપરાઈ હતી.

colorado united states of america offbeat news hatke news