એક દાયકા પછી આ ભાઈ ફરીથી બન્યા વિશ્વના સૌથી ટૂંકા પુરુષ

14 May, 2020 07:37 AM IST  |  Colombia | Gujarati Mid-day Correspondent

એક દાયકા પછી આ ભાઈ ફરીથી બન્યા વિશ્વના સૌથી ટૂંકા પુરુષ

વિશ્વનો સૌથી ટૂંકો પુરૂષ

કોલંબિયાના એડવર્ડ હર્નેન્ડિઝે વિશ્વના સૌથી ઠીંગણા માણસ તરીકેનો ૧૦ વર્ષ પછી ફરી ગિનેઝ વર્લ્ડ રેકૉર્ડ પાછો મેળવ્યો છે. ૨૦૧૦માં તેને વિશ્વના સૌથી ટચૂકડા પુરુષનો ખિતાબ મળ્યો હતો. જોકે તેની આ ખુશી ઝાઝી ટકે એ પહેલાં નેપાળના ખગેન્દ્ર થાપા નામના ભાઈ એનાથીયે ટૂંકા નીકળતાં એડવર્ડનો ખિતાબ છીનવાઈ ગયો હતો. બે ફીટ ૨.૪૧ ઇંચનું કદ ધરાવતા ખાગેન્દ્ર થાપાનું આ જાન્યુઆરી મહિનામાં મૃત્યુ થતાં એડવર્ડને તેનો ખિતાબ ફરી પાછો મળ્યો હતો.

એડવર્ડ હર્નેન્ડિઝ 72.10 સેન્ટિમીટર (લગભગ બે ફીટ અને ૪ ઇંચ)‍નો છે. લૉકડાઉન પહેલાં જ તેને સૌથી ઠીંગણા વ્યક્તિ તરીકે જાહેર કરાયો હતો જોકે ગુરુવારે તેના ૩૪મા જન્મદિવસની ઉજવણી વખતે એડવર્ડના પરિવારજનો અને તેના ઓર્થોપેડિસ્ટની હાજરીમાં તેને અવૉર્ડ આપવામાં આવ્યો હતો. એડવર્ડ હાયપોથાઇરોડિસ્મ નામની બીમારીથી પીડાય છે જેમાં વ્યક્તિનો વિકાસ અટકી જાય છે.

colombia offbeat news hatke news