બહાદુર વાઘને ચતુર વાંદરાએ પાઠ ભણાવ્યો

13 April, 2021 08:23 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર આ વિડિયો વાઇરલ થઈ રહ્યો છે

બહાદુર વાઘ, ચતુર વાંદરો

ઇન્ડિયન ફૉરેસ્ટ ઑફિસર પ્રવીણ આંગુસામીએ ટ્વિટર પર ૩૦ સેકન્ડનો‍ એક વિડિયો શૅર કર્યો છે, જેમાં વાનરનો શિકાર કરવાની કોશિશ કરનાર વાઘને વાનર કઈ રીતે હાથતાળી આપીને છટકી જાય છે એ દેખાય છે. સોશ્યલ મીડિયા પર આ વિડિયો વાઇરલ થઈ રહ્યો છે.

સ્કૂલના દિવસોમાં વાર્તાની ચોપડીઓમાં આવા ઘણા કિસ્સા બધાએ વાંચ્યા હોય છે, પરંતુ હવે તો સોશ્યલ મીડિયાનો જમાનો છે એટલે એના વિડિયોમાં આવી રસપ્રદ ટક્કરની જીવંત ટક્કર વારંવાર જોઈ શકાય.

ક્લિપમાં જોઈ શકાય છે કે ઝાડની ડાળી પર બેસેલા વાનરને જોઈને વાઘ એનો શિકાર કરવાના આશયથી હળવેકથી ઝાડ પર ચડવાની કોશિશ કરે છે. વાઘ વાનરની નજીકમાં જ હોય છે અને એના પર ઝપટવાની તૈયારીમાં જ હોય છે અને અચાનક વાનર ઝાડની એ ડાળી છોડીને બીજી ડાળી પર કૂદકો મારે છે. વાનર અચાનક કૂદવાથી વાઘનું બૅલૅન્સ છટકી જાય છે અને વાઘ ઝાડ પરથી નીચે પડી જાય છે. ઝાડ પરથી પડ્યા બાદ વાઘ રોષમાં ઘૂરકે છે.

ટ્વિટર પર અપલોડ કરાયો ત્યારથી આ વિડિયોને ૧૪,૬૦૦ વ્યુઝ મળ્યા છે. આ વિડિયો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ શૅર કરાયો છે.

offbeat news national news viral videos