સફાઈ-કર્મચારી મોરોક્કોના રાજાની 36 ઘડિયાળો પર હાથ સાફ કરી ગઈ

28 January, 2020 07:21 AM IST  |  Morocco

સફાઈ-કર્મચારી મોરોક્કોના રાજાની 36 ઘડિયાળો પર હાથ સાફ કરી ગઈ

મોરોક્કોના રાજા

લક્ઝરી તેમ જ ઍન્ટિક ચીજોનો શોખ રાખનારા આ દુનિયામાં અસંખ્ય લોકો છે. આવી ચીજોનો સંગ્રહ એક શોખ - એક ઝૂનુન મનાય છે. જોકે સામે પક્ષે આવી ચીજો ચોરાઈ જવાની સંભાવનાઓ પણ એટલી જ હોય છે, કેમ કે દુર્લભ ચીજો વસાવનારાઓ કરતાં એને વેચીને કરોડો કમાવાની લાલસા ધરાવનારા લોકોનો પણ તોટો નથી.

દક્ષિણ આફ્રિકામાં આવેલા મોરક્કોના રાજા મોહમ્મદ છઠ્ઠાની ૩૬ ઘડિયાળ ચોરવાના આરોપમાં મહેલની એક સફાઈ-કર્મચારીને ૧૫ વર્ષની અને તેનો સાથ આપનારા કે તેની પાસેથી ઘડિયાળ ખરીદનારા સોનાના વેપારીઓ સહિત ૧૪ પુરુષોને ચાર વર્ષની જેલની સજા થઈ હતી. આ મહિલાએ મોટા ભાગની ઘડિયાળો પિગળાવીને એમાંથી રત્નો કઢાવી એને વેચીને ખૂબ પૈસા ભેગા કર્યા હતા. 

આ પણ વાંચો : વાઘ સામે મરવાનું નાટક કરીને જીવ બચાવ્યો

મોરક્કોના રાજા મોહમ્મદને લક્ઝરી ઘડિયાળો પહેરવાનો, પેઇન્ટિંગ્સ ખરીદવાનો તેમ જ નવી કાર અને યૉટમાં ફરવાનો ખૂબ શોખ હતો. સપ્ટેમ્બર ૨૦૧૮માં સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા એક ફોટોમાં તેમના હાથમાં ૮.૫ કરોડ રૂપિયાની કિંમતની પાતે ફિલિપની ઘડિયાળ જોવાઈ હતી.

morocco offbeat news hatke news