એક મહિલાના ભેજામાં બબ્બે સોય ઘૂસી કઈ રીતે એ મોટો કોયડો છે

27 September, 2020 11:53 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

એક મહિલાના ભેજામાં બબ્બે સોય ઘૂસી કઈ રીતે એ મોટો કોયડો છે

મગજનું સીટી સ્કૅન

ચીનના હેનાન પ્રાંતમાં સાધારણ કાર-અકસ્માત પછીના સીટી સ્કૅનમાં ૨૯ વર્ષની યુવતીના મગજમાં પાંચ સેન્ટિમીટરની બે સોય જોવા મળી હતી. અકસ્માત પછી કરવામાં આવતા સીટી સ્કૅનમાં અંદરની કે બહારની ઈજાઓ શોધવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ આ યુવતીના મગજની અંદર બે સોય દેખાતાં સૌને આશ્ચર્ય થયું છે. શુ નામની એ યુવતીએ ક્યારેય સર્જરી કરાવી નથી એથી મગજની અંદર સોય કેવી રીતે ગઈ એવો સવાલ સૌના મનમાં પેદા થાય છે. એ સોયનું કદ જોતાં એ બહારથી અંદર ઘૂસી ગઈ હોય એવી પણ શક્યતા જણાતી નથી. શુને તેની એક આન્ટીએ દત્તક લીધી હતી. આન્ટીએ તેને દત્તક લીધી ત્યારે શુના માથામાં બે ઠેકાણે કાળા ડાઘ હોવાનું આન્ટીએ કહ્યું હતું. ચીનની અન્ય એક ઘટનામાં ડૉક્ટરોએ એક મહિલાના મગજમાંથી છ ઇંચ લાંબી ઈયળ કાઢી હતી. કાચા કે અડધા રાંધેલા માંસ જેવા બિનઆરોગ્યપ્રદ આહારને કારણે મહિલાના દિમાગમાં કીડો પેદા થયો હોવાનું ડૉક્ટરોનું માનવું છે.

china offbeat news hatke news international news