દીકરી નચિંત થઈને ભણી શકે એ માટે મમ્મીએ બનાવ્યો ઍન્ટિ-કોરોના વાઇરસ ટેન્ટ

23 February, 2020 07:30 AM IST  |  China

દીકરી નચિંત થઈને ભણી શકે એ માટે મમ્મીએ બનાવ્યો ઍન્ટિ-કોરોના વાઇરસ ટેન્ટ

ઍન્ટિ-કોરોના વાઇરસ ટેન્ટ

ચીનમાં કોરોના વાઇરસને કારણે જનજીવન પર ઘણી અસર પડી છે. બજાર, ઑફિસ, ટ્રાન્સપોર્ટ બંધ છે. કોરોના વાઇરસના ચેપના ભયથી પોતાના જ ઘરમાં કેદ થઈ ગયેલા લોકો ઘરેથી જ કામ કરી રહ્યા છે. કોરોના વાઇરસના ચેપથી બચવા ચીનના અનેક પ્રાંતમાં સ્કૂલ-કૉલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. જોકે બાળકોના અભ્યાસનું નુકસાન ન થાય એટલે શિક્ષકો ટ્યુટોરિયલ્સ બનાવીને મોબાઇલ-ઍપ કે લાઇવ સ્ટ્રીમિંગના માધ્યમથી ક્લાસ લઈ રહ્યા છે.

ચીનના હુબેઈ રાજ્યના નિંગ્જિયાની એક સ્કૂલની છોકરીને અભ્યાસમાં ખલેલ ન પડે એટલે તેની મમ્મીએ ઘરની બહાર એક ઍન્ટિ-કોરોના વાઇરસ ટેન્ટ લગાવીને ઑનલાઇન ક્લાસિસની સગવડ કરી આપી છે. હકીકતમાં ઘરમાં ઇન્ટરનેટ નેટવર્ક બરાબર આવતું ન હોવાથી છોકરીને ભણવાની સરળતા રહે એ માટે ઘરની બહાર પૉલિથીનથી ટેન્ટ લગાવીને હંગામી ક્લાસરૂમ ઊભો કરી આપ્યો છે.

china coronavirus offbeat news hatke news