આ ભાઈનો દાવો છે કે તેઓ 30 વર્ષથી વાંદરાની જેમ વ્યાયામ કરવાથી હેલ્ધી છે

11 July, 2020 07:43 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

આ ભાઈનો દાવો છે કે તેઓ 30 વર્ષથી વાંદરાની જેમ વ્યાયામ કરવાથી હેલ્ધી છે

આ ભાઈ વાંદરાની જેમ વ્યાયામ કરવાથી હેલ્થી છે

કસાયેલું શરીર ધરાવતી કોઈ પણ વ્યક્તિને જો કોઈ એમ પૂછે કે ‘આપ કી સેહત કા રાઝ ક્યા હૈ? ’ તો તે તેના આહાર-વિહાર-નિદ્રા, વ્યાયામ, યોગ-પ્રાણાયામ અને દૈનિક નિત્યક્રમની વાતો કહેશે; પરંતુ ચીનના શિયાંક્સી પ્રાંતના રહેવાસી ચેન હેઇન્ગૅન્ગની ફિટનેસની ઘેલછા એવી છે કે તે લગભગ ત્રીસેક વર્ષથી બે હાથ અને બે પગે તોફાની પદ્ધતિએ કસરત કરે છે. પચાસેક વર્ષની ઉંમરના એ ભાઈ લિટરલી વાંદરાની માફક ઊછળકૂદ કરે છે. ચેન ઝાડ પર ચડે અને ડાળીઓ પર ઝૂલે છે. ચીનમાં તાઇ ચી નામની વ્યાયામપદ્ધતિ વિખ્યાત છે. ઘણા લોકો હાથ-પગના સ્ટ્રેચિંગ જેવો સામાન્ય વ્યાયામ અને જૉગિંગ પણ કરે છે, પરંતુ ચેનને એ બધું ફાવતું નથી. તે દરરોજ એકાદ-બે કલાક વાંદરાની માફક ઊછળકૂદનો વ્યાયામ કરે છે. કસરતનો સમય થાય ત્યારે તે તેની રીતે કુદાકૂદ કરતો હોય ત્યારે ક્યારેક લોકો ભેગા થઈ જાય તો ચેનભાઈ શરમાતા નથી. દેખણહારાઓ પણ  વ્યાયામની એ અવનવી પદ્ધતિ જોઈને રાજી થઈ જાય છે. અલબત્ત તેમને પ્રાણી સંગ્રહાલયમાં વાંદરા જોઈને આવો વ્યાયામ કરવાની પ્રેરણા મળી હોવાનું તેઓ જાહેરમાં કહે છે. વાનરની જેમ કસરત કરતો તેમનો વિડિયો સોશ્યલ મીડિયા પર જબરો મશહૂર થયો છે.  

china offbeat news hatke news international news