જુઓ આ શિલ્પકારી કેક પર થઈ છે

28 March, 2020 08:01 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

જુઓ આ શિલ્પકારી કેક પર થઈ છે

શિલ્પકારી કેક

વિશ્વમાં કેટલાક ફૂડ-આર્ટિસ્ટ એવા છે જે ચીનના જાણીતા શુગર-કિંગ ઝોઉ ચી માટે હાથમાં મીણબત્તી પકડીને ઊભા રહેવા પણ તૈયાર છે. ચીનના આ શુગર-કિંગે પહેલી વખત ૨૦૧૮માં પોતાના કેકવાળાં શિલ્પો પ્રદર્શિત કર્યાં હતાં. ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય કેક સ્પર્ધામાં તેણે અને તેની ટીમે ત્રણ ગોલ્ડ અને એક બ્રૉન્ઝ મેડલ જીતીને બધાને ચક‌િત કરી દીધા. આ સ્પર્ધામાં તેણે ચીનની એકમાત્ર મહિલા શાસક મહારાણી ઝેટિયનનું શિલ્પ બનાવ્યું હતું. આ શિલ્પ એટલી ઝીણવટથી તૈયાર કરવામાં આવ્યું હતું કે સ્પર્ધાના જજ શિલ્પની પાંપણ પણ જોઈ શકતા હતા. આંતરરાષ્ટ્રીય કેક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવનાર તેઓ પ્રથમ ચીની હતા. ચીનના સોશ્યલ મીડિયામાં પ્રસિદ્ધ હોવા છતાં આ સ્પર્ધા પછી તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ પામ્યા હતા. શાળાના સમયમાં તેઓ સારા વિદ્યાર્થી નહોતા, પરંતુ તેમણે ક્ષેત્રમાં તેમની જ્વલંત કારકિર્દી બનાવી એમ જણાવતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેણે વાંગ લોંગના હાથ નીચે લોટમાંથી શિલ્પ બનાવવાનું શીખવાની શરૂઆત કરી હતી, આ કામમાં તેને આનંદ આવ્યો અને પૈસા પણ સારા એવા મળ્યા પરંતુ થોડા જ સમયમાં તેને આ કામનો કંટાળો આવવા લાગ્યો. તેને કાંઈક નવું કરવાની ઇચ્છા થઈ. તેના શોખે તેને કાંઈક નવું શીખવાની પ્રેરણા આપી. એકાદ દસકા પહેલાં તે સુઝોઉમાં શુગર-કિંગ તરીકે પ્રખ્યાત થયા. તેઓએ દિવસ-રાત એક કરી ભૂલો કરતાં કરતાં મોડેલ્સના શિલ્પ તૈયાર કરવામાં હથોટી કેળવી.

ઝોઉએ જે પતલી શીટમાંથી શિલ્પના વાળ અને વસ્ત્રો તૈયાર કરાતાં હતાં તેમાંથી મોડેલ નો ઢાંચો બનાવવાની શરૂઆત કરતાં તેમની પ્રગતિ જેટ સ્પીડથી વધવા લાગી. તેમણે પોતાની દુકાન શરૂ કરી અને તેમના કામને ઑનલાઇન પોસ્ટ કરવાની શરૂઆત કરી અને ટૂંક સમયમાં આજે તે ચીનમાં તો પ્રખ્યાત છે જ, પણ ચીન સહિત વિશ્વના પ્રતિભાશાળી કલાકારોમાં તેની ગણના થાય છે.

china offbeat news hatke news international news