મંગાવ્યો ફોન ઍપલનો, મળ્યું ઍપલ ફ્લેવર્ડ યોગર્ટ

03 March, 2021 07:13 AM IST  |  China

મંગાવ્યો ફોન ઍપલનો, મળ્યું ઍપલ ફ્લેવર્ડ યોગર્ટ

ઍપલ ફોનને બદલે આવ્યું ઍપલ ફ્લેવર્ડ યોગર્ટ

ઍપલના નવા ફોનનું આકર્ષણ લોકોમાં કેવું હોય છે એ આપણે જાણીએ છીએ. ઍપલ-12 ફોન ગયા વર્ષના ઑક્ટોબરમાં લૉન્ચ થયો હતો. ત્યાર પછી એ ફોનની સોશ્યલ મીડિયા પર ઘણી ચર્ચા ચાલી હતી. હજી પણ એ વિષયની ચર્ચા ચાલે છે. લિયુ નામની ચીનની મહિલાએ એ ફોન મેળવવા માટે ૧૦,૦૯૯ યુઆન (લગભગ ૧.૧૪ લાખ રૂપિયા) ચૂકવીને બુકિંગ કરાવ્યું હતું, પરંતુ તેને ફોનને બદલે ઍપલ ફ્લેવર્ડ યોગર્ટ (દહીંનું ઘોળવું) મળ્યું હતું. પૂર્વ ચીનના એન્હુઇ પ્રાંતની રહેવાસી લિયુએ એ આઘાતજનક ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે. સોશ્યલ મીડિયા પર વિડિયો જોયા પછી એ ઘટનામાં ગુનાહિત પ્રવૃત્તિ કરતી ટોળકીઓ સામેલ હોવાની શક્યતાની તપાસ પોલીસે શરૂ કરી છે. એ ઉપરાંત ઍપલ કંપની અને કુરિયર કંપનીએ પણ ગોટાળાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે. 

china offbeat news hatke news