જો પાળેલી ગરોળી માસ્ક પહેરી શકે તો આપણે તો પહેરવો જ જોઈએને!

21 November, 2020 11:28 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

જો પાળેલી ગરોળી માસ્ક પહેરી શકે તો આપણે તો પહેરવો જ જોઈએને!

ગરોળી માસ્ક પહેરી શકે તો આપણે કેમ નહીં

સોશ્યલ મીડિયા પર એક ફોટો વાઇરલ થયો છે, જેમાં એક બાળક એક મોટી ગરોળીને ખભે તેડીને જઈ રહ્યો છે. આ ગરોળીના મોઢા પર માસ્ક બાંધેલો છે. યસ, આમાં આશ્ચર્ય પમાડે એવી વાત એ છે કે તેના હાથમાંની ગરોળીએ પણ ફેસ-માસ્ક પહેર્યો છે.

આ તસવીર પ્યોર્ટો રિકોની હોવાનું મનાય છે. એ બાળક પાસે ઊભેલી કોઈ વ્યક્તિએ આ ફોટો લીધો છે અને લોકોને જાગ્રત કરવા માટે આ તસવીર સોશ્યલ મીડિયા પર મૂકવામાં આવી છે. જ્યાં સુધી કોરોના વાઇરસની રસી તૈયાર નથી થતી ત્યાં સુધી આપણે માસ્ક પહેરવાની તેમ જ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાની એમ તમામ સાવચેતી લેવી આવશ્યક છે. જોકે એવા ઘણા લોકો છે જેઓ કોવિડ-19 પ્રોટોકૉલનું પાલન કરવામાં નથી માનતા એવા લોકો માટે આ ફોટો સાથે એક પ્રશ્ન મૂકવામાં આવ્યો છે કે જો સરિસૃપ વર્ગનાં પ્રાણીઓ પ્રોટોકૉલનું પાલન કરતાં હોય તો માણસો કેમ નહીં?

offbeat news china hatke news coronavirus covid19