સ્વર્ગ લાગતા વર્ટિકલ ફૉરેસ્ટ જેવા બિલ્ડિંગો મચ્છરોના ઉપદ્રવથી પરેશાન છે

20 September, 2020 07:42 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

સ્વર્ગ લાગતા વર્ટિકલ ફૉરેસ્ટ જેવા બિલ્ડિંગો મચ્છરોના ઉપદ્રવથી પરેશાન છે

વર્ટિકલ ફૉરેસ્ટ

ચીનના ચેન્ગડુમાં આવેલું કિયી સિટી ફૉરેસ્ટ ગાર્ડન તેના રહેવાસીઓ માટે હરિયાળી આચ્છાદિત સ્વર્ગ જેવું હતું. અહીં વર્ટિકલ ફૉરેસ્ટ છે અને એને કારણે અહીંનાં બિલ્ડિંગો લીલોતરીમાં ઢબૂરાઈ ગયેલાં છે. જોકે છેલ્લાં બે વર્ષથી બાલ્કનીમાં પ્લાન્ટ ઉછેરવાના ખ્યાલને અમલમાં મૂક્યા બાદ તેમનું જીવન નરક બની ગયું છે.

ચીનના સૌથી પ્રદૂષિત મનાતાં શહેરોમાંના એક ચેન્ગડુ શહેરના લોકોને બે વર્ષ પહેલાં બાલ્કનીમાં ડઝનેક પ્લાન્ટ ઉછેરવાનો વિચાર રોમાંચક લાગ્યો. એપ્રિલ ૨૦૨૦ સુધીમાં ક્વીયી સિટી ફૉરેસ્ટ ગાર્ડન કૉમ્પ્લેક્સના ૮૨૬ ફ્લૅટ્સ વેચાઈ ગયા હતા. પ્રત્યેક ફલૅટની બાલ્કનીમાં ૨૦ જાતના પ્લાન્ટ ઉગાડવામાં આવ્યા, જે શહેરના અવાજ અને હવાના પ્રદૂષણને ફિલ્ટર કરે છે, જે બહારથી જોતાં સુંદર ફિલ્મના દૃશ્ય જેવું લાગે છે.

આ રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સમાં રહેવા માત્ર ૧૦ પરિવાર જ આવ્યા હોવાથી બાકીના ફ્લૅટ્સની બાલ્કનીમાંના પ્લાન્ટ્સની દેખભાળ થતી ન હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને પરિણામે ફ્લૅટમાં રહેવા ગયેલા લોકોએ મચ્છરોનો ત્રાસ સહન કરવાનો વારો આવ્યો. સોશ્યલ મીડિયા પર આ કૉલોની અને એના પ્લાન્ટ ચર્ચાનો વિષય બન્યા છે.

china offbeat news hatke news international news