આ ભાઈસાહેબ મોટી ફાંદને લીધે કૂવામાં પડતાં બચી ગયા

15 August, 2020 07:37 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

આ ભાઈસાહેબ મોટી ફાંદને લીધે કૂવામાં પડતાં બચી ગયા

મોટી ફાંદને લીધે કૂવામાં પડતાં બચી ગયા આ ભાઈ

સામાન્ય રીતે સ્થૂળતાને મુસીબત ગણવામાં આવે છે, પરંતુ ચીનના હેનાન પ્રાંતમાં એક જાડિયા માટે તેનું પેટ મદદરૂપ બન્યું હતું. ૨૮ વર્ષનો એ યુવાન પેટના મોટા કદને કારણે કૂવામાં પડી જતાં બચી ગયો હતો. લિયુ નામે ઓળખાતો એ સ્થૂળકાય યુવાન સુકાઈ ગયેલા કૌટુંબિક માલિકીના કૂવાને પૂરવામાં મદદ કરતો હતો ત્યારે આકસ્મિક રીતે પરિવારના કૂવાની ઉપરના લાકડાના પાટિયા પર તે પડી ગયો હતો. લિયુનું શરીર લાકડામાં બાકોરું પાડીને અંદર ઊતરી ગયું હતું. જોકે ત્યાર પછી મોટા પેટને કારણે શરીર નીચે ઊતરી જતાં બચી ગયું હતું. ૧૩૦  કિલો વજન ધરાવતો લિયુ બે હાથ આડા રાખીને ઊભો હતો. એ સ્થિતિમાં ગામલોકો અને લુઓયાંગ ફાયરબ્રિગેડ સર્વિસના જવાનોએ તેને બહાર કાઢ્યો હતો. શર્ટ પહેર્યા વગરના લિયુના શરીર પર એક પણ ઈજા થઈ નહોતી. 

china offbeat news hatke news international news