ખેતરમાં પાક ઝડપી ઊગે એ માટે ખેડૂતો રાતે ખેતરને લાઇટિંગથી સજાવે છે

23 October, 2019 10:52 AM IST  |  ચીન

ખેતરમાં પાક ઝડપી ઊગે એ માટે ખેડૂતો રાતે ખેતરને લાઇટિંગથી સજાવે છે

ખેતરમાં લાઇટિંગથી સજાવટ

ચીનના ગુઆંક્સી પ્રાંતમાં નૅનિંગમાં લગભગ ૧૫૦ એકરના ખેતરમાં ડ્રૅગન ફ્રૂટ ઉગાડવામાં આવ્યા છે. અહીં ખેતરમાં વધુ પાક ઊતરે એ માટે ખેડૂતો રાતના સમયે રંગબેરંગી લાઇટિંગ ખેતરમાં લગાવે છે. પીળા અને ગુલાબી રંગની એલઇડી લાઇટ્સ ખેતરમાં આખી રાત ચાલુ રાખે છે. પાકને વધુ રોશની મળે તો છોડ પર ફળ-ફૂલ વધુ જલદી વિકસે છે. પિન લી ફાર્મના ખેડૂતનું કહેવું છે કે શિયાળાની શરૂઆત થતાં જ પાકને સૂરજની રોશની ઓછી મળે છે અને એને કારણે ઉત્પાદન ઘટી જાય છે, પણ જો ખેતરમાં લાઇટો સળગાવેલી રાખવામાં આવે તો એની ફસલ વધી જાય છે. 

china offbeat news hatke news