23 મિત્રો સાથે ડેટ પર ગઈ ગર્લફ્રેન્ડ, આટલું બિલ જોઈને ભાગી ગયો પ્રેમી

22 October, 2020 06:20 PM IST  |  China | Gujarati Mid-day Online Correspondent

23 મિત્રો સાથે ડેટ પર ગઈ ગર્લફ્રેન્ડ, આટલું બિલ જોઈને ભાગી ગયો પ્રેમી

પ્રતીકાત્મક તસવીર

જ્યારે કોઈ છોકરો અને છોકરી પ્રેમમાં પડે છે ત્યારે બન્નેને એકબીજા વિશે ઘણું જાણવાનું હોય છે અને બન્ને વિશે જાણવા માટે તેઓ એકલામાં મળે છે અથવા તો ડેટ પર જાય છે. ત્યારે ચીનમાં એક એવો અજીબ કિસ્સો સામે આવ્યો, જે સાંભળીને તમે આશ્ચર્યમાં મુકાય જશો. હાલ ચીનમાં એક બૉયફ્રેન્ડ પોતાની ગર્લફ્રેન્ડ સાથે ડેટ પર ગયો હતો. હકીકતમાં આ છોકરી પોતાના 23 અન્ય મિત્રોને સાથે લઈને ડેટ પર આવી હતી અને એમનું ખાવાનું બિલ લાખ સુધી પહોંચી ગયું હતું, જે પ્રેમી ચૂકવ્યા વગર ત્યાથી ભાગી ગયો હતો. આ એક બ્લાઈન્ડ ડેટ હતી. આ પહેલા બન્ને ક્યારે પણ મળ્યા નહોતા. ફક્ત ફોન અને સોશિયલ મીડિયા દ્વારા બન્નેની મુકાલાત થઈ હતી.

ગ્લોબલ ટાઈમ્સના મુજબ છોકરીએ જણાવ્યું કે તે છોકરાની ઉદારતા વિશે જાણવા માટે તેણે 23 મિત્રોને બ્લાઈન્ડ ડિનર પર સાથે લઈને આવી હતી. શરૂઆતમાં બધું ઠીક હતું, પરંતુ વધતું બિલ જોઈને છોકરો ગભરાઈ ગયો અને તે ત્યાથી કહ્યા વગર છટકી ગયો. યુવતીએ કહ્યું કે ડિનર થયા બાદ બિલ પહોંચ્યું ત્યારે તેનો બૉયફ્રેન્ડ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. એવામાં છોકરીએ જ 19,800 યુઆન એટલે 2,17,828 રૂપિયાનું ચૂકવવું પડ્યું હતું.

સમાચાર મુજબ આ બ્લાઈન્ડ ડેટનો આખો મામલો પૂર્વ ચીનના ઝેજિયાંગ પ્રાંતનો છે. લિયુ નામનો યુવક તેની માતા દ્વારા નક્કી કરાયેલી બ્લાઈન્ડ ડેટ પર યુવતીને મળવા ગયો હતો. યુવક તે પહેલાં આ યુવતીને ક્યારેય મળ્યો ન હતો. જોકે રેસ્ટોરન્ટનું બિલ 19,800 યુઆન આવ્યું ત્યારે તે ત્યાંથી ભાગી ગયો હતો. ડિનર પુરૂ થયા બાદ છોકરીએ જ્યારે લિયુથી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તે ક્યાંય મળ્યો નહીં. આવી સ્થિતિમાં યુવતીએ કંટાળીને રેસ્ટોરન્ટનું બિલ ચૂકવવું પડ્યું.

રેસ્ટોરન્ટનું બિલ ચૂકવ્યા પછી યુવતી એની ફરિયાદ લઈને પૉલીસ પાસે પહોંચી અને લિયુની શોધખોળ શરૂ થઈ ગઈ. લિયુની ધરપકડ થયા બાદ તે ફક્ત બે ટેબલના બિલ ચૂકવવા તૈયાર થયો. આટલું બધું થયા બાદ પણ છોકરીને 15,402 યુઆન એટલે 1,69,444 રૂપિયા ચૂકવવા પડ્યા. ચીનના સોશિયલ મીડિયા પર આ સમાચાર ઘણી ઝડપથી વાઈરલ થઈ રહ્યા છે. લોકોએ સમાચાર અંગે ઘણી ટિપ્પણી કરી છે. વધારે લોકોએ મહિલાના આવા વર્તનની ટીકા કરી છે અને ત્યારે મોટાભાગના લોકો લિયુનો પક્ષ લીધો છે.

china offbeat news hatke news international news