શિમલામાં 37 વર્ષ પછી ચાઇમ્સ બેલની ગુંજ સંભળાશે

22 December, 2019 09:54 AM IST  |  Shimla

શિમલામાં 37 વર્ષ પછી ચાઇમ્સ બેલની ગુંજ સંભળાશે

ચાઇમ્સ બેલ

શિમલાની ઓળખ સમાન ક્રાઇસ્ટચર્ચની ૬ ચાઇમ્સની બેલ આ ક્રિસમસમાં ફરી એક વાર ગુંજતી સાંભળવા મળશે. ૧૮૪૪માં બનેલા શિમલાના ક્રાઇસ્ટચર્ચમાં આ ચાઇમ્સને ૧૮૯૯માં ઇંગ્લૅન્ડથી જહાજ દ્વારા અહીં લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ ૧૯૮૨ સુધી આ બેલ ચર્ચમાં પ્રાર્થનાસભા દરમ્યાન વગાડવામાં આવતા હતા. ચાઇમ્સ બંધ પડ્યાનાં ૩૭ વર્ષ પછી શહેરના વેપારી જગજિત સિંહે રિપેરિંગનો સામાન ઉપલબ્ધ કરાવ્યો છે અને ક્રિશ્ચિયન મેમ્બર વિક્ટર ડીને ૨૦ દિવસની મહેનત બાદ આ ચાઇમ્સને રિપેર કર્યા છે. 

ચર્ચના સૌથી ઉપરના માળ પર ચાઇમ્સને વગાડવા માટે ૬ હથોડા દોરીથી બાંધેલા છે. નીચે પ્રાર્થના-હૉલમાં જ્યારે દોરીને હલાવવામાં આવે ત્યારે એ એક દોરી સાથે જોડાયેલી બાકીની દોરીઓની મદદથી આ ૬ હથોડા ચાઇમ્સ પર પડતાં બેલ વાગશે. ઉપર બાંધેલા હથોડા સતત આ ચાઇમ્સ પર વાગતા રહેશે. પાંચથી સાત ફીટ લાંબી આ ચાઇમ્સનો અવાજ અન્ય ઘંટડીઓ કરતાં જુદો જ છે. એમાં એક જ સમયે અલગ-અલગ ધૂન સંભળાય છે.

shimla offbeat news hatke news