તાજેતરમાં કાચબા-સસલા વચ્ચે રેસ યોજાઈ, પરિણામ જૂની વાર્તા જેવું આવ્યું

09 August, 2020 07:07 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં કાચબા-સસલા વચ્ચે રેસ યોજાઈ, પરિણામ જૂની વાર્તા જેવું આવ્યું

કાચબા-સસલા વચ્ચે રેસ યોજાઈ

બાળપણમાં કાચબા અને સસલાની રેસવાળી વાર્તા લગભગ દરેકે સાંભળી જ હશે, જેમાં શરૂઆતમાં સસલું ઘણું આગળ પહોંચી ગયા બાદ કાચબો પાછળ રહી ગયાનું ધ્યાનમાં આવતાં આરામ કરવા બેસે છે અને એને ઊંઘ આવી જાય છે અને એ સમયગાળામાં ધીરે-ધીરે ચાલીને કાચબો વિનિંગ-પૉઇન્ટ પર પહોંચીને રેસ જીતી જાય છે.

જો હાલમાં કાચબા અને સસલાની રેસ યોજવામાં આવે તો શું થાય? કદાચ આ જાણવા માટે એક નાની રેસ યોજવામાં આવી છે જેનો વિડિયો આઇપીએસ ઑફિસર અરુણ બોથરાએ સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે. ખૂબ ટૂંકાં અંતરની રેસ એક સ્ટેડિયમમાં ગોઠવવામાં આવી છે. થ્રી, ટૂ, વન ઍન્ડ ગો કહીને સસલા અને કાચબાને તેમના રેસ-ટ્રૅક પર છોડવામાં આવે છે. ઍઝ યુઝવલ બન્ને પ્રાણીઓ ટ્રૅક પર દોડવા માંડે છે. જોકે સસલું અધવચ્ચે પહોંચ્યા પછી આજુબાજુમાં ડાફોળા મારવા માંડે છે અને લોકોની વાહવાહી લૂંટે છે. જ્યારે કાચબો આજુબાજુના શોરબકોરને અવગણીને ધીમી પણ મક્કમ ચાલે ચાલીને ફિનિશિંગ લાઇન પાર કરી જાય છે.

offbeat news hatke news wildlife