સ્ટુડન્ટ્સે મકાઈના લોટમાંથી બનાવ્યું બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક

04 February, 2020 07:44 AM IST  |  Chhattisgarh

સ્ટુડન્ટ્સે મકાઈના લોટમાંથી બનાવ્યું બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક

પ્લાસ્ટિક ગ્લાસ

છત્તીસગઢના રાયપુરની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (એનઆઇટી)ના બે વિદ્યાર્થીઓએ મકાઈના લોટ, ગ્લિસરીન અને બેલેગરના મિશ્રણમાંથી બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક બનાવ્યું છે. સામાન્ય રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિકને નષ્ટ થવામાં ૧૦૦ વર્ષ લાગે છે, પરંતુ આ પ્લાસ્ટિક એક વર્ષમાં નષ્ટ થઈ શકે છે. એના રિસાઇક્લિંગની પણ શક્યતા હોવાથી એ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો બહેતર વિકલ્પ સાબિત થઈ શકે છે. નિખિલ વર્મા, નિહાલ પાંડે અને કૃષ્ણેન્દુએ બનાવેલું પ્લાસ્ટિક એનઆઇટીના ‘પુકાર ગો ગ્રીન ફેસ્ટ’માં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : જીવનસાથીની શોધ માટે ભાઈએ શહેરમાં હોર્ડિંગ લગાવતાં 1004 માગાં આવ્યાં

‘ગો ગ્રીન ફેસ્ટિવલ’ માટે ત્રણ મહિનામાં બનાવેલું આ પ્લાસ્ટિક બધી લૅબોરેટરી ટેસ્ટમાં સફળતાથી પસાર થયું હોવાથી એ ત્રણ વિદ્યાર્થીઓ તેમના સંશોધનને બજારમાં લાવવાની તૈયારી કરી રહ્યા છે.

national news chhattisgarh offbeat news hatke news