છત્તીસગઢના આ શિક્ષક બાઇક પર મોહલ્લા ક્લા‌સિસ ચલાવે છે

19 September, 2020 07:10 AM IST  |  Chhattisgarh | Gujarati Mid-day Correspondent

છત્તીસગઢના આ શિક્ષક બાઇક પર મોહલ્લા ક્લા‌સિસ ચલાવે છે

મોહલ્લા ક્લા‌સિસ

છત્તીસગઢના કોરિયા જિલ્લામાં રુદ્ર રાણા નામના એક શિક્ષક બાઇક પર બ્લૅકબોર્ડ ભેરવીને આખા વિસ્તારમાં ફરતાં-ફરતાં વિદ્યાર્થીઓને ભણાવે છે. કોરોના વાઇરસના રોગચાળાના માહોલમાં વિદ્યાર્થીઓને સ્કૂલ-કૉલેજમાં ભણાવવાનું અશક્ય હોય અને ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે ઍન્ડ્રૉઇડ ફોન, કમ્પ્યુટર કે ટૅબ્લેટ પણ ન હોય ત્યારે બાઇક પર ભણાવવાના ઉદ્યમને સોશ્યલ મીડિયા પર ખૂબ પ્રશંસા પ્રાપ્ત થઈ રહી છે.

રુદ્ર રાણાનું કહેવું છે કે ‘ઑનલાઇન ક્લાસિસમાં બહુ ઓછા વિદ્યાર્થીઓ સામેલ થઈ શકતા હોવાથી મોહલ્લા ક્લાસિસ શરૂ કર્યા છે. મોહલ્લા ક્લાસિસ માટે મેં બાઇક પર ફરવાની પદ્ધતિ પસંદ કરી છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે સીધો સંપર્ક નથી હોતો એને કારણે બન્ને રોગચાળા સામે સલામત રહે છે. વિદ્યાર્થીઓ સ્કૂલમાં નથી આવી શકતા એટલે હું શિક્ષણને તેમના આંગણે લઈ જાઉં છું.’

chhattisgarh offbeat news hatke news national news