આ ગામમાં થાય છે ભાઈ-બહેનના લગ્ન,અગ્નિ નહીં પણ આમની સાક્ષીમાં લે છે ફેરા

22 November, 2020 05:47 PM IST  |  Chhattisgarh | Gujarati Mid-day Online Correspondent

આ ગામમાં થાય છે ભાઈ-બહેનના લગ્ન,અગ્નિ નહીં પણ આમની સાક્ષીમાં લે છે ફેરા

પ્રતીકાત્મક તસવીર

લગ્ન જેવા બંધનમાં બંધાઈને બે લોકો જીવનભર માટે એકબીજાના થઈ જાય છે. વિશ્વભરમાં વિવિધ પ્રકારની પરંપરાઓ અને ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે, જે પ્રાચીન કાળથી લોકો આવ વિધિઓને અનુસરે છે. તેમ જ દુનિયામાં કેટલીક એવી પણ પરંપરઓ છે જે જાણીને તમે ખૂબ હેરાન થઈ જશો. આજે આપણે વાત કરવાના છે છત્તીસગઢના આદિવાસીની એક એવી જ અજીબ પરંપરા વિશે, જે જાણીને તમે હેરાન થઈ જશો. તો આવો જાણીએ લગ્નને લઈને છત્તીસગઢમાં એક એવી અજીબ પરંપરા વિશે

છત્તીસગઢના આદિવાસી વિસ્તાર ધુરવા જનજાતિના લોકોમાં લોહીના સંબંધ માનતા નથી. જેને કારણે આ જનજાતિના લોકો બહેનની દીકરી સાથે પોતાના પુત્રનો સંબંધ નક્કી કરી દે છે. લગ્ન માટે ફક્ત ઘરના લોકોની જ મરજી પૂછવામાં આવે છે. આ લગ્ન સંબંધને લઈને આપત્તિ વ્યક્ત કરવા પર દંડ ફટકારવામાં આવે છે. છત્તીસગઢ ટ્રાયબલ વિસ્તારમાં લગ્નને લઈને આજે પણ આપણને અજીબ લાગતી માન્યતાનું પાલન કરવામાં આવે છે.

ભાઈ-બહેન સાથે લગ્ન કરે છે, પરંતુ આ લગ્ન સિવાય ગામના લોકો અન્ય એક અજીબ પરંપરાનું પણ પાલન કરે છે. જેમાં વર-વધૂ લગ્ન માટે અગ્નિને નહીં પરંતુ પાણીને સાક્ષી માનીને સાતફેરા લે છે. અહીં કોઈપણ પ્રસંગ દરમિયાન પાણી અને વૃક્ષની પૂજા કરવામાં આવે છે. તે સિવાય વર-વધૂ જ્યારે લગ્નના ફેરા લે છે, ત્યારે આખા ગામના લોકો આ લગ્નમાં સામેલ થાય છે. બદલાતા સમયની સાથે છોકરાના લગ્ન હવે 21 વર્ષ અને છોકરીઓ લગ્ન 18 વર્ષે કરી રહ્યા છે.

chhattisgarh offbeat news hatke news national news