આ યુગલે પોતાનાં લગ્નમાં કાર્ડબોર્ડના મહેમાન બનાવ્યા

06 April, 2020 07:35 AM IST  |  Michigan | Gujarati Mid-day Correspondent

આ યુગલે પોતાનાં લગ્નમાં કાર્ડબોર્ડના મહેમાન બનાવ્યા

લગ્નમાં કાર્ડબોર્ડના મહેમાન બનાવ્યા

કોરોના વાઇરસને કારણે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે મિશિગનના આ યુગલે લગ્ન સમયે ખરેખરાં સગાંસંબંધીઓને બોલાવવાને બદલે મહેમાન તરીકે તેમનાં કાર્ડબોર્ડનાં કટઆઉટ્સ મૂક્યાં. લગ્નમાં ૧૬૦ જેટલા આમંત્રિત મહેમાનો હાજર ન રહી શકતા હોવાથી ડેન સ્ટુગ્લિક અને ઍમી સિમોન્સન નામના યુગલે હૉલની ખાલી બેઠકો ભરવા માટે આ નવો માર્ગ અપનાવ્યો હતો. આ યુગલે મહિનાઓ પહેલાં લગ્નનું આયોજન કર્યું હતું, પણ જ્યારે સોશ્યલ ડિસ્ટન્સિંગને કારણે મહેમાનોને ભેગા કરવાનું અશક્ય જણાયું એટલે તેમણે આ વચલો માર્ગ અપનાવ્યો હતો.

ડેનનું કહેવું હતું કે ઍમીને લગ્નમંડપમાં મહેમાનોની ગેરહાજરી સાલતી હતી એટલે મહેમાનોની હાજરી ન વર્તાય એટલે મેં આ વિચાર કર્યો હતો. આને માટે તેમણે એક પૅકેજિંગ કરનારની મદદ લીધી હતી જેમણે આશ્ચર્યજનક અને અપેક્ષાઓથી વધુ સારી રીતે કામ પૂરું કરી આપ્યું હતું. તેઓ ફક્ત કાર્ડબોર્ડ લેવા ગયાં અને પૅકેજિંગ કંપનીએ માનવ કટઆઉટ્સ તૈયાર કરી આપ્યાં. આ બધાં કટઆઉટ્સ તેમણે અમને દાન આપ્યાં એમ કહેતાં ડેન સ્ટુગ્લિકે જણાવ્યું કે મેં ફક્ત ઓવલ શેપનાં કટઆઉટ્સ માગ્યાં પણ તેમણે યુગલની જોડી તૈયાર કરી આપી. રિસેપ્શનમાં આ યુગલે ઘરમાં તૈયાર કરેલું ભોજન રાખ્યું હતું.

michigan offbeat news hatke news