આ છે હૉર્સ ગર્લઃ ઘોડીની જેમ ચાર પગે દોડે છે અને કૂદે છે

05 October, 2020 07:31 AM IST  |  Canada | Gujarati Mid-day Correspondent

આ છે હૉર્સ ગર્લઃ ઘોડીની જેમ ચાર પગે દોડે છે અને કૂદે છે

હૉર્સ ગર્લ

કૅનેડાના ઍલ્બર્ટામાં રહેતી ઍવા વોગલ નામની ૧૭ વર્ષની ટીનેજર તેના ગાર્ડનમાં ઊછળકૂદ કરતી હોય તો લિટરલી તમને કોઈ ઘોડાની જ યાદ આવે. ચાર પગે ઘોડો દોડે ત્યારે એના પગની જેમ મૂવમેન્ટ થાય છે એ પણ અદ્દલ હૉર્સ જેવી જ છે. એટલું જ નહીં, તેને ઘોડાની જેમ હર્ડલ રેસ કરવાની પણ મજા આવે છે. વાત એમ છે કે ઍવાને ઘોડેસવારીને જબરો શોખ હતો. જોકે ઘોડેસવારી અને ખુદ ઘોડાની જેમ દોડ લગાવવી એમાં બહુ ફરક છે. છ વર્ષ પહેલાં તેણે મોજ ખાતર જ ઘોડાની જેમ ચાલવા, દોડવાનો પ્રયોગ કરવાનું શરૂ કર્યું. પ્રયોગ ખાતર શરૂ થયેલું એ કામ તેને ખૂબ ગમવા લાગ્યું. તે ઘોડાને દોડતો જોતી અને એ મુજબ પોતાનું શરીર કઈ રીતે મૂવ કરવું એ સમજતી અને કરતી. ત્રણ વર્ષમાં તો તે જબરી માહેર થઈ ગઈ. પોતાના વર્કઆઉટ માટે તેણે ઘોડાચાલને રુટિન બનાવી લીધેલું. જોકે એ પછી તેણે એમાં ચૅલેન્જિસ ઉમેરી. ગાર્ડનમાં વાડ ઊભી કરીને એને ઠેકવાનું શરૂ કર્યું. ખૂબ ટ્રેઇનિંગ અને મહાવરા બાદ તે હૉર્સ-જમ્પ માટે જરૂરી મસલ્સ કેળવી શકી છે. તે લગભગ ત્રણ ફુટ જેટલી હાઇટને ઘોડાની જેમ ઠેકી જાય છે. હવે તેણે એ હાઇટ કરતાં વધુની ક્ષમતા કેળવવા માટે તાલીમ શરૂ કરી છે. દિવસમાં બેથી અઢી કલાક તે પોતાના ગાર્ડનમાં આ રીતે ચારપગે ઊછળતી, કૂદતી જોવા મળી જાય છે.

offbeat news hatke news canada international news