કૅનેડાના આ ભાઈએ આત્મવિશ્વાસ વધારવા શરીરને ભૂરી ઇન્કથી રંગી દીધું છે

14 March, 2020 08:19 AM IST  |  Canada

કૅનેડાના આ ભાઈએ આત્મવિશ્વાસ વધારવા શરીરને ભૂરી ઇન્કથી રંગી દીધું છે

અમુક રંગ બહુ ગમતો હોય તો વ્યક્તિ જે-તે રંગનાં કપડાં અને ચીજો વસાવે એ સ્વાભાવિક છે, પરંતુ કૅનેડાના ઑન્ટારિયોના રહેવાસી સ્કૅનબરોના ભૂતપૂર્વ ફોર્કલિફ્ટ ડ્રાઇવર ડૉની સ્નાઇડરે તો પોતાના આખા શરીર પર એક જ રંગ ચોપડી દીધો છે. આ રંગ તેણે ટૅટૂના માધ્યમથી ચોપડાવ્યો છે. એનું કારણ શું? તો એનો કોઈ ઠોસ જવાબ ભાઈસાહેબ પાસે નથી. તેમનું કહેવું છે કે ભૂરા રંગનું ટૅટૂ શરીરે ચીતરાવ્યા પછી મને કોઈ અગમ્ય કારણસર બહુ સારું ફીલ થાય છે. એનાથી આત્મવિશ્વાસ પણ જબરો બૂસ્ટ થયો છે. બસ, આત્મવિશ્વાસ વધારવાના ઇરાદાથી ૨૬ વર્ષના સ્નાઇડરે શરીરના દરેક ભાગમાં ભૂરી ઇન્કથી લિટરલી કલર ચોપડાવી દીધો છે. પહેલાં તે આત્મવિશ્વાસના અભાવે ઘરની બહાર નીકળવાનું ટા‍ળતો હતો, પણ હવે તે પોતાના શરીર પર ટૅટૂ જોઈને ખુશ રહે છે. ઉત્સાહ જાગવા સાથે સંબંધોમાં વ્યવહારકુશળ પણ બન્યો છે. આશાવાદી બનેલા સ્નાઇડરના મનમાં હવે ભવિષ્ય બાબતે સ્વપ્નો જાગ્યાં છે.

canada offbeat news hatke news