શું તમે જાણો છો આ સુંદર ડિઝાઈન શેના પર બની છે, વાંચીને ચોંકી જશો

12 May, 2020 08:13 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

શું તમે જાણો છો આ સુંદર ડિઝાઈન શેના પર બની છે, વાંચીને ચોંકી જશો

બ્રેડ આર્ટવર્ક

લૉકડાઉન દરમ્યાન બેકિંગ અને ગાર્ડનિંગ કામ પ્રત્યે લોકોની રુચિ વિશેષ પ્રમાણમાં વધી રહી છે. હવે લોકો ફોકાસિયા આર્ટ તરફ વળ્યા છે, જે સોશ્યલ મીડિયા પર પણ છવાઈ રહ્યું છે. ફોકાસિયા ટાઇપની એક ખાસ બ્રેડ પર અલગ-અલગ શાકભાજીના પીસ ગોઠવીને અવનવી ડિઝાઇન તૈયાર કરીને લોકો એની તસવીરો સોશ્યલ મીડિયા પર અપલોડ કરી રહ્યા છે.

અમેરિકાના મૅસેચુસેટ્સમાં રહેતી મૅરી નામની એક મહિલાએ આ કામની શરૂઆત કરી છે. વાઇન યાર્ડ ચલાવતી ૫૬ વર્ષની મૅરીને બેકિંગ ક્લાસ દરમ્યાન આ વિચાર આવ્યો હતો. વૅલેન્ટાઇન્સ ડેના દિવસે રોટલી પર શાકભાજીમાંથી બનાવેલી હાર્ટની ડિઝાઇન લગાવ્યા બાદ વિવિધ રોમૅન્ટિક ફૂલો બનાવવાનું શરૂ કર્યું હોવાનું મૅરી જણાવે છે. આ બહેન હવે બ્રેડ-આર્ટ માટે ફેમસ થઈ ગયાં છે.

united states of america offbeat news hatke news international news