47 વર્ષ પહેલાં વિખૂટી પડેલી 98 અને 101 વર્ષની બે બહેનોનું પુનર્મિલન થયુ

24 February, 2020 07:44 AM IST  |  Cambodia

47 વર્ષ પહેલાં વિખૂટી પડેલી 98 અને 101 વર્ષની બે બહેનોનું પુનર્મિલન થયુ

બે બહેનોનું પુનર્મિલન

ગુમ થયેલા માણસો પાછા મળે એની ખુશી કાંઈક જુદી જ હોય છે અને એમાં પણ જે જીવિત હોવાની આશા જ ન હોય તે વ્યક્તિ મળે એટલે થતી ખુશી કાંઈ અલગ જ હોય છે. કમ્બોડિયામાં રહેતી ૯૮ અને ૧૦૧ વર્ષની બે બહેનો ગયા અઠવાડિયે ૪૭ વર્ષ પછી એકમેકને મળી હતી. બન્નેએ છેલ્લી વાર ૧૯૭૩માં એકમેકને જોઈ હતી. બન્ને બહેનો એમ જ માનતી હતી કે બીજી બહેનનું મૃત્યુ થઈ ચૂક્યું છે.

આ પણ વાંચો : બલૂનમાં બેસીને નહીં, એના પર ડાન્સ કરીને રેકૉર્ડ બનાવ્યો આ યુવકે

કમ્બોડિયામાં ૧૯૭૦ના દસકામાં ખમેર રૂજ સત્તા પર હતો. તેના શાસનમાં લગભગ વીસેક લાખ લોકો વિખૂટા પડી ગયા હતા. ડિક્ટેટર પૉલ પૉટ અને તેની સેનાએ ૧૯૭૫માં કમ્બોડિયાનું શાસન સંભાળ્યું હતું. ૧૯૭૬માં નવી સામ્યવાદી સરકારમાં પૉલ પૉટ વડા પ્રધાન બન્યો અને ૧૯૭૯ સુધી સત્તા પર રહ્યો હતો.

cambodia offbeat news hatke news