આ ઉંદરને વીરતા માટે સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો, જાણો કેમ

27 September, 2020 11:53 AM IST  |  Cambodia | Gujarati Mid-day Correspondent

આ ઉંદરને વીરતા માટે સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો, જાણો કેમ

આ ઉંદરને વીરતાનો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો

કમ્બોડિયામાં દુશ્મનોએ બિછાવેલી સુરંગો શોધી કાઢવા બદલ ઉંદરને વીરતાનો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે. પ્રાણીઓની બહાદુરી માટે બ્રિટિશ ચૅરિટીનું ઉચ્ચ નાગરિક સન્માન પ્રાપ્ત કરનારો આફ્રિકન જાતિનો જંગી કદનો ‘મગાવા’ નામનો ઉંદર છે. ભારત તથા અન્ય દેશોમાં જેમ ગુનાશોધક ટુકડીઓ કે લશ્કરી દળોની શોધખોળમાં કૂતરાની મદદ લેવામાં આવે છે એ રીતે કમ્બોડિયામાં ઉંદર તથા અન્ય પ્રાણીઓની મદદ લેવામાં આવે છે. સાત વર્ષના ઉંદર મગાવાએ ૩૯ સુરંગો અને ૨૮ ફૂટ્યા વગરના સ્ફોટક પદાર્થ શોધી કાઢતાં તેને હીરો રેટનું બિરુદ પ્રાપ્ત થયું છે. કમ્બોડિયામાં ૩૦ પ્રાણીઓને વીરતાના ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા. એમાં મગાવા એકમાત્ર ઉંદર છે. તેણે કારકિર્દી દરમ્યાન ૧,૪૧,૦૦૦ સ્ક્વેર મીટરની ભૂમિ ખૂંદી વળીને સ્ફોટકો શોધવાની કામગીરી પાર પાડી છે. 

cambodia offbeat news hatke news international news