પૂરા નવ મહિને 1.6 કિલોમીટરની દોડ માત્ર 5.25 મિનિટમાં પૂરી કરી

19 October, 2020 07:54 AM IST  |  California | Gujarati Mid-day Correspondent

પૂરા નવ મહિને 1.6 કિલોમીટરની દોડ માત્ર 5.25 મિનિટમાં પૂરી કરી

મકેના માયલર

પ્રેગ્નન્સીના પૂરા મહિના જઈ રહ્યા હોય ત્યારે દોડવાનું સાહસ કોઈ ન કરી શકે, પણ અમેરિકાના કૅલિફૉર્નિયામાં રહેતી મકેના માયલર નામની ૨૮ વર્ષની ઍથ્લીટે જબરજસ્ત સાહસ દર્શાવ્યું હતું. મકેના ફિટનેસપ્રેમી છે અને આખી પ્રેગ્નન્સી દરમ્યાન તેણે પોતાનું એક્સરસાઇઝ રુટિન જાળવી રાખ્યું હતું. નવ મહિના પૂરા થઈ ગયા હતા ત્યારે તેણે પોતાના કૂખમાં બાળકને લઈને રનિંગની સ્પીડનો ટાર્ગેટ અચીવ કરવા માટેનો જોખમી સ્ટન્ટ કર્યો હતો. સામાન્ય રીતે એક નૉર્મલ વ્યક્તિને ૧.૬ કિલોમીટર એટલે કે એક માઇલ દોડવા માટે ૯થી દસ મિનિટ લાગી શકે છે, પણ મકેના માઇલરે એના કરતાં અનેક ગણી ઝડપે રનિંગ પૂરું કર્યું હતું. મકેનાએ પૂરા મહિને ૧.૬ કિલોમીટરની દોડ ૫ મિનિટ અને પચીસ સેકન્ડ્સમાં પૂરી કરી હતી. આ સાહસ કરી નાખ્યા પછી મકેનાનું કહેવું છે કે, ‘મને પોતાને પણ અંદાજ નહોતો કે પ્રેગ્નન્સીના અંત સુધી હું આ રીતે દોડવા સક્ષમ રહી શકીશ. મેં પ્રેગ્નન્સીના દર અઠવાડિયે રનિંગની પ્રૅક્ટિસ ચાલુ રાખેલી અને બેબી બમ્પ સાથે પણ સ્પીડ જળવાઈ રહે એ માટે સાતત્યપૂર્વકના પ્રયત્નો કરેલા.’

મકેના પ્રેગ્નન્સી પહેલાં પણ હેલ્ધી અને કૉમ્પિટન્ટ ઍથ્લીટ હતી અને પ્રેગ્નન્સી પછી પણ તેણે મેડિકલ ગાઇડન્સની અન્ડર ટ્રેઇનિંગ ચાલુ રાખેલી જેને કારણે તે બાળકના વજન સાથે દોડી શકી હતી.

california offbeat news hatke news international news