બાળકોને કુદરતી જીવન આપવા શહેર છોડીને ગામના તંબુમાં રહેવા લાગ્યું આ કપલ

01 March, 2020 08:19 AM IST  |  California

બાળકોને કુદરતી જીવન આપવા શહેર છોડીને ગામના તંબુમાં રહેવા લાગ્યું આ કપલ

શહેર છોડીને ગામના તંબુમાં રહેવા લાગ્યું આ કપલ

કૅલિફૉર્નિયાની ઑરેન્જ કાઉન્ટીમાં રહેતા ૩૧ વર્ષના ઝેક રુઇઝ અને તેની પત્ની કૅટીએ તેમના પ્રથમ પુત્રના જન્મ પછી જીવનમાં ભૌતિક સુખોથી ભરી જિંદગીના સ્થાને તેમના પુત્ર ફૉક્સના જન્મ પછી તેને વાસ્તવિક જીવનનો અનુભવ મળી રહે એવું જીવન વિતાવવાનો નિર્ણય લીધો. ઝેક જિમ-કોચ તરીકે તો તેની પત્ની કૅટી હેરડ્રેસર તરીકે કામ કરતી હતી. કૅટીના માથે તેનું ૪૦,૦૦૦ ડૉલરનું સ્ટુડન્ટ-ઋણ પણ હતું.

આ ઉપરાંત ઘરના વધતાજતા ભાડાએ તેમની સમસ્યામાં વધારો કર્યો હતો. તેમણે શહેરની બહાર બે એકર જમીનનો પ્લૉટ ખરીદીને એના પર ૩૧૪ સ્ક્વેર ફુટનો ટેન્ટ બનાવ્યો છે. ટચૂકડા ટેન્ટમાં હવે પરિવાર રહેવા લાગ્યો છે અને જાણે જંગલમાં રહેતાં હોય એમ કુદરતી જીવન જીવે છે. યુગલે બાળકોને નેચરમાં સર્વાઇવ થવા માટે જરૂરી સ્કિલ્સ શીખવવાનું શરૂ કર્યું છે. પુત્રોને ભાલાફેંક અને તીરકામઠું ચલાવવા તેમ જ બળતણ માટે લાકડાં કાપવાનાં કામ શીખવાડે છે. કામ માટે લગભગ આખો દિવસ ઘરની બહાર રહેતાં ઝેક અને કૅટી તેમના પુત્રોને પણ ઘરમાં રહીને રમાતી રમતોને સ્થાને બહારની દુનિયાને જોવા-જાણવા માટે પ્રોત્સાહિત કરતાં હોય છે. 

california offbeat news hatke news