લ્યો બોલો, લગ્નમાં બિયર સર્વ કરવા અહીં ગધેડા ભાડે રખાય છે

07 May, 2019 10:28 AM IST  |  કૅલિફૉર્નિયા

લ્યો બોલો, લગ્નમાં બિયર સર્વ કરવા અહીં ગધેડા ભાડે રખાય છે

ડોન્કી બિયર સર્વ કરે છે

થોડા વખત પહેલાં એક રિસૉર્ટમાં લેમૂર અને ડૉગ જેવાં પ્રાણીઓ સાથે યોગાસન કરવાની વાત ચર્ચામાં હતી. જોકે હવે પ્રાણીઓનો પગપેસારો લગ્નપ્રસંગમાં પણ થવા લાગ્યો છે. ખાસ કરીને અમેરિકાના ટેક્સસ અને કૅલિફૉર્નિયા રાજ્યનાં યુગલોમાં વેડિંગ દરમ્યાન ડૉન્કી હાયર કરવામાં આવે છે. મોટા ભાગે આ ગધેડા જોડીમાં હોય છે જેને ફૂલથી સજાવવામાં આવે છે. એની પીઠ પર કપડું ગોઠવીને બન્ને તરફની ઝોળીમાં બિયરની બૉટલ્સ ગોઠવેલી હોય છે. બિયર પીઠ પર લાદીને ફૂલોથી સજેલા ગધેડા મહેમાનોની વચ્ચે ફરે છે અને જેમને જે પીણું જોઈએ એની બૉટલ ગધેડાની પીઠ પરથી લઈ લે છે. સ્થાનિકો એને બિયર બુરોઝ કહે છે.

આ પણ વાંચો : 6 કિલોના આ ગોલુમોલુ બાળકનો જન્મ નૉર્મલ ડિલિવરીથી થયો

વાત માત્ર બિયર પીરસવા સુધી જ સીમિત નથી રહી. યુગલ આ ગધેડાની જોડી સાથે ફોટોસેશન પણ કરાવે છે. મહેમાનો માટે પણ આ નવું હોવાથી યુગલ કરતાં વધુ લોકો ગધેડા સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરતા હોય છે. ટેક્સસ હિલ કાઉન્ટી ઇવેન્ટ્સ નામની કંપનીના માલિકો અલીશા રૅન્ડિગ અને તેની બહેન બેથની ખાસ આ કામ માટે ટ્રેઇન કરેલા ગધેડા પ્રોવાઇડ કરે છે.

california offbeat news hatke news