આ બળદે વીજળીના થાંભલા સાથે શરીર રગડતાં 700 ઘરની વીજળી ગૂલ થઈ ગઈ

19 May, 2020 08:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બળદે વીજળીના થાંભલા સાથે શરીર રગડતાં 700 ઘરની વીજળી ગૂલ થઈ ગઈ

બળદ

સ્કૉટિશ શહેરમાં આ બળદને ખંજવાળ ઊપડતાં એણે વીજળીના થાંભલાનો સહારો લઈને પોતાની ચળ ‌મટાવવાની કોશિશ કરી. તેની ચળ મટી કે નહીં એ તો ભગવાન જાણે, પરંતુ એને લીધે ૭૦૦ ઘરોની વીજળી ગૂલ થઈ ગઈ.

આ બળદના માલિકે ફેસબુક પર માફીનામું લખ્યું હતું જેમાં જણાવ્યું હતું કે મારા ચાર વર્ષના બળદ રોનને પૂંઠે ચળ આવતાં એણે ઘરના મેદાનમાં રહેલા ટ્રાન્સફૉર્મર-બૉક્સ સાથે ઘસીને એણે ચળ મટાવી હતી. ૧૧,૦૦૦ વૉટનો પાવર ધરાવતા ટ્રાન્સફૉર્મર સાથે પૂંઠ રગડવા છતાં રોન જીવિત છે જે ખુશીની વાત છે. અલબત્ત, આસપાસના લોકોના ઘરમાંથી વીજળી ગુમ થઈ ગઈ હતી. સ્થાનિક યુટિલિટી કંપનીએ થોડા કલાક મથીને પાવર પુનઃ સ્થાપિત કર્યો હતો.

offbeat news hatke news international news