આગથી બચવા ત્રીજા માળેથી બાળકોએ છલાંગ લગાવી અને પછી થયું આવું

24 July, 2020 07:03 AM IST  |  France | Gujarati Mid-day Correspondent

આગથી બચવા ત્રીજા માળેથી બાળકોએ છલાંગ લગાવી અને પછી થયું આવું

ત્રીજા માળેથી બાળકોએ છલાંગ લગાવી

ફ્રાન્સમાં એક બિલ્ડિંગના ત્રીજા માળે આવેલા એક ફ્લૅટમાં આગ લાગી હતી, જેમાં ફસાયેલા ૩ અને ૧૦ વર્ષનાં બે બાળકોએ આગથી બચવા બારીની બહારથી કૂદકો માર્યો હતો. જોકે બિલ્ડિંગ નીચે ઊભા રહેલા બચાવ દળના લોકોએ તેમને ઝીલી લીધાં હતાં.

ફ્રાન્સના ગ્રેનોબલ શહેરમાં મંગળવારે બનેલી આ ઘટનાનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જે બાળકોની પાડોશમાં રહેનાર વ્યક્તિએ લીધો હતો. વિડિયોમાં જે ફ્લૅટમાં આગ લાગી હતી એમાં બે બાળકો ફસાઈ ગયાં હોવાનું જાણવા મળ્યું હતું. બાળકોનાં માતા-પિતા ઘરને બહારથી લૉક કરીને ગયાં હોવાથી બાળકો બહાર નીકળી શકે એમ નહોતાં. પરિણામે બન્ને ભાઈઓએ જીવ બચાવવા બારીમાંથી ૪૦ ફુટ નીચે કૂદવું પડ્યું હતું. જોકે એ વખતે ફાયર-ફાઇટર્સની ટીમ ત્યાં મોજૂદ હતી એટલે ચાર-પાંચ જણે ભેગા મળીને બન્ને બાળકોને ઝીલી લીધાં હતાં. ઘસરકો પણ પડ્યા વિના બન્ને બાળકો આબાદ બચી ગયાં હતાં એ જોઈને લોકોએ ફાયર-ફાઇટર્સની કામગીરીને બિરદાવી હતી.

france offbeat news hatke news international news