આ બહેનને ઘરકામ કરવાના માત્ર એક કલાકના 8850 રૂપિયા કેમ મળે છે?

23 February, 2020 07:31 AM IST  | 

આ બહેનને ઘરકામ કરવાના માત્ર એક કલાકના 8850 રૂપિયા કેમ મળે છે?

નિર્વસ્ત્ર ક્લીનર

કોઈ પણ ઘરમાં સફાઈકામ કરવાના એક કલાકના વધુમાં વધુ ૫૦૦થી ૧૦૦૦ રૂપિયા મળે એ સમજી શકાય, પણ એક હોટેલમાં ક્લીનર તરીકે કામ કરતી ત્રણ બાળકોની મમ્મી અને ૩૫ વર્ષની વયની એક મહિલા ક્લેર ઓકોનોરે એક કલાકમાં હજારો રૂપિયા કમાવાનો જબરો કીમિયો ખોળી કાઢ્યો છે. તેણે નિર્વસ્ત્ર થઈને લોકોના ઘરમાં કામ કરવાની પ્રપોઝલ આપીને પોતાના કામની કિંમત અનેકગણી વધારી દીધી છે અને હવે તે કલાકના લગભગ ૮૮૫૦ રૂપિયાની કમાણી કરી લે છે.

ક્લીનિંગનું કામ બહુ સસ્તામાં થતું હોય છે, પરંતુ જ્યારે તેને કોઈક એક્સાઇટિંગ રીતે કરવામાં આવે તો એનો રેટ વધી જાય છે. બજારના રેટમાં આવો ભારે તફાવત જોયા બાદ ક્લેરે પોતાની ફૅન્ટસી ક્લીન કંપની શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. હવે તે નિર્વસ્ત્ર અથવા તો નગણ્ય કહેવાય એટલાં કપડાં પહેરીને લોકોના ઘરની સફાઈ કરવાની સર્વિસ આપે છે. અલબત્ત, આ કામ કરવા માટેના તેના નિયમો ખૂબ જ સખત છે. કોઈએ તેને સ્પર્શ નહીં કરવાનો, ફોટો કે વિડિયો નહીં લેવાનો અને નિયત થયા કરતાં વધારાનું કોઈ પણ કામ નહીં કરાવવાનું. બહેન કોઈ પણ ઑર્ડર લેતાં પહેલાં એ ગ્રાહકની પૂરતી તપાસ કરે છે અને પોતાની શરતે ઘરમાં જઈને સફાઈ કરીને ચાલી જાય છે.

ક્લેરે તેના કામ કરવાના ચાર્જ પણ ઠરાવ્યા છે, જે મુજબ સંપૂર્ણ નિર્વસ્ત્ર રહીને સફાઈ કરવાના કલાકના ૮૮૫૦ રૂપિયા, ટૉપલેસ રહીને સફાઈ કરવાના ૭૯૦૦ રૂપિયા અને લૉન્જરી કે ગ્રાહકની ઇચ્છા હોય તો ફ્રેન્ચ મેડ જેવાં વસ્ત્રો પહેરીને કામ કરવાના ૬૯૦૦ રૂપિયા ચાર્જ કરે છે. તેનું માનવું છે કે પહેલી વખત કદાચ અજુગતું લાગી શકે છે, પણ પછી સામાન્ય લાગશે. ક્લેરના પતિને લાગતું હતું કે તે તેના વિચાર પર ગંભીર નથી, પણ જ્યારે તેણે પૅમ્ફલેટ્સ છપાવ્યાં તો હવે તેનું માનવું છે કે આમાં કાંઈ ખોટું નથી. ક્લેરની ફેસબુક પરની જાહેરાત બાદ તેને અનેક લોકોના ઑર્ડર મળ્યા છે. જોકે કેટલાકનું માનવું છે કે સરકાર તેના આ આઇડિયા પર પ્રતિબંધ મૂકી શકે છે. ક્લેર ભવિષ્યમાં તેની કંપનીમાં યુવક-યુવતીઓને નોકરી આપવા સુધીના વિચાર કરી રહી છે.

offbeat news hatke news