ખરેખર, આને કહેવાય રામ રાખે તેને કોણ ચાખે

26 November, 2020 07:28 AM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

ખરેખર, આને કહેવાય રામ રાખે તેને કોણ ચાખે

બ્રિટ‌િશ ચૅરિટી વર્કર ઇયાન જોન્સ

જોધપુરના આ ભાઈને પહેલાં ડેન્ગી થયો, પછી મલેરિયા, ત્યાર બાદ કોરોના થયો અને છેલ્લે કૉબ્રા કરડ્યો. આટઆટલી આપત્તિઓ પછી પણ તેમણે મોતને હાથતાળી આપી એ ચમત્કારથી કમ થોડું છે?

રાજસ્થાનના જોધપુર શહેરમાં રહેતા બ્રિટ‌િશ ચૅરિટી વર્કર ઇયાન જોન્સે છેલ્લા ડેન્ગી જેવી એક પછી એક અનેક ગંભીર બીમારીઓનો સામનો કર્યો છે અને એ તમામ રોગોને નાથીને હેમખેમ સાજા થઈ ગયા છે. આટલું ઓછું હોય એમ તેમને તાજેતરમાં કૉબ્રા કરડ્યો હતો અને ફરીથી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

કૉબ્રા કરડ્યા પછી તેમની સારવાર કરનારા જોધપુરની હૉસ્પિટલના ડૉક્ટરનું કહેવું હતું કે ‘ઇયાન જોન્સને જ્યારે હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમની દૃષ્ટિ ઝાંખી થઈ ગઈ હતી. તે ચાલી શકતા નહોતા. એ વખતે તેમનો કોરોના ટેસ્ટ-રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. એક અઠવાડિયામાં તેઓ સાવ સાજા થઈ ગયા હતા. ૧૬ નવેમ્બરે ઇયાનને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.’

ઇયાન તેની સોશ્યલ એન્ટરપ્રાઇઝ દ્વારા જોધપુરના સ્થાનિક કલાકારો, કસબીઓ અને કારીગરોની કલાકૃતિઓ અને ઉત્પાદનો વેચવામાં મદદ કરે છે. આ વર્ષના આરંભમાં જોધપુર પહોંચ્યા ત્યાર પછી પહેલાં ડેન્ગી થયો હતો. ડેન્ગીમાંથી માંડ સાજા થયા ત્યાં તેમને મલેરિયા થયો હતો. મલેરિયા હજી પૂરેપૂરો ન મટે ત્યાં કોરોનાનું ઇન્ફેક્શન લાગ્યું હતું. 

rajasthan jodhpur offbeat news hatke news national news