બ્રિટનમાં સૌથી મોટું ફૅમિલી ધરાવતી મહિલાએ બાવીસમા બાળકને જન્મ આપ્યો

07 April, 2020 06:57 AM IST  |  Britain | Gujarati Mid-day Correspondent

બ્રિટનમાં સૌથી મોટું ફૅમિલી ધરાવતી મહિલાએ બાવીસમા બાળકને જન્મ આપ્યો

બ્રિટનની સૌથી મોટી ફૅમિલી

‘અમે બે અમારા બે’ના જમાનામાં બ્રિટનમાં એક બહેન છે જે દર વર્ષે લગભગ એક બાળકની સરેરાશ સાથે લગાતાર બાળકો પેદા કર્યે જાય છે અને અટકવાનું નામ જ નથી લેતા. છેલ્લાં પાંચ બાળકો જન્મ્યા ત્યારે દર વખતે હવે વધુ નથી જોઈતાં એવી જાહેરાત કરતા, પણ પછી અચાનક મન બદલાઈ જતું અને ફરી એક બાળક પેદા થતું. હાલમાં ચોમેર કોરોનાનો કહેર છે ત્યારે સૂ રૅડફૉર્ડ નામનાં આ બહેનને પોતાના બાવીસમા સંતાનને જન્મ આપ્યો છે. આ વખતે તેને ૧૧મી દીકરી જન્મી છે.

૪૫ વર્ષની સૂએ ૧૪ વર્ષની ઉંમરે પહેલા સંતાનને જન્મ્ આપ્યો હતો. એ પછી ત્રણ કે ચાર વર્ષના ગાળા પછી બીજા સંતાનને જન્મ આપ્યો હતો. અત્યાર સુધીમાં સૂએ તેની જિંદગીના કુલ ૮૦૦ અઠવાડિયાં પ્રેગ્નન્સીમાં ગાળ્યા છે. તેનો સૌથી મોટો દીકરો ક્રિસ્ટોફર ૩૦ વર્ષનો થઈ ચૂક્યો છે. બ્રિટનનો આ સૌથી મોટો પરિવાર લૅન્સેશરમાં દસ બેડરૂમના બંગલામાં રહે છે.

offbeat news hatke news international news