આવી પણ કઈ ચેલેન્જ હોય, જુઓ શું ખાવાની ચેલેન્જ આપી

09 April, 2019 09:10 AM IST  |  બ્રિટન

આવી પણ કઈ ચેલેન્જ હોય, જુઓ શું ખાવાની ચેલેન્જ આપી

ચૉકલેટ્સ ખાવાની ચૅલેન્જ

અમેરિકા અને બ્રિટનમાં બર્ગર, પીત્ઝાના લાર્જ મીલ ખાવાની ચૅલેન્જ બહુ કૉમન હોય છે. જોકે બ્રિટનના માન્ચેસ્ટરમાં આવેલી એક કૉન્ફેક્શનરી શૉપમાં પેસ્ટ્રી અને ચૉકલેટ્સ ખાવાની ચૅલેન્જ બહાર પાડી છે. જો તમે ચૉકલેટપ્રેમી છો એવો દાવો કરતા હો તો આ કંપની તમારી ચૉકલેટ ખાવાની ક્ષમતાની કસોટી કરે એવું કૉમ્બિનેશન તૈયાર કરી લાવી છે. આ એક ડિશમાં એક કેક, આઇસક્રીમ, ફ્રેશ ક્રીમ, ચૉકલેટ કૉઇન્સ અને એક ગ્લાસ હૉટ ચૉકલેટ એમ બધું જ સાડા પંદર પાઉન્ડ એટલે કે લગભગ ૧૪૦૦ રૂપિયામાં આપે છે. જોકે એમાં ચૅલેન્જ એ છે કે તમારે એક જ બેઠકે આ બધું જ પૂરું કરી જવાનું. જો તમે તમારા દોસ્ત કે બીજા કોઈનીયે મદદ વિના આ આખીય ડિશ ઝાપટી જાઓ તો તમને કંપની દ્વારા ચૉકલેટપ્રેમી હોવાનો મેડલ અને ડબ્બો ભરીને ફ્રીમાં ચૉકલેટ આપવામાં આવશે. અત્યાર સુધીમાં આ ચૅલેન્જ લગભગ ૮૦૦૦થી વધુ લોકોએ ઉપાડી છે.

આ પણ વાંચો : પોલીસથી બચવા માટે ચોર બાવીસમા માળની બારીએ લટકી ગયો

જોકે અડધાથી વધુ લોકો અડધી ડિશ પણ ફિનિશ નથી કરી શક્યા. માત્ર ૨૪૧ ચૅલેન્જર્સે આખી ડિશ સફાચટ કરી હતી. જોકે ડિશ પૂરી કર્યા પછી લોકો ચૉકલેટના નામે એવા અબકે ચડી ગયા કે જીત્યા પછીયે લોકોએ ચૉકલેટની ગિફ્ટ સ્વીકારવાની ના પાડી દીધી હતી.

offbeat news hatke news