પાદરીએ કૅશિયરને નકલી ગન બતાવીને લૂંટી લીધો, પણ કૅમેરામાં કેદ થઈ ગયો

11 March, 2021 07:15 AM IST  |  Brazil

પાદરીએ કૅશિયરને નકલી ગન બતાવીને લૂંટી લીધો, પણ કૅમેરામાં કેદ થઈ ગયો

પાદરીએ સુપરમાર્કેટના કૅશિયરને નકલી ગન બતાવીને લૂંટી લીધો

બ્રાઝિલના એલિઝુ મોરેરા નામના એક કૅથલિક પાદરીએ બનાવટી ગન દેખાડીને સુપરમાર્કેટના કૅશિયર પાસેથી રોકડ રકમ લૂંટી લીધી હતી. એક કલાકમાં તેણે કુલ ત્રણ સ્થળોએ લૂંટ ચલાવી હતી. વિડિયોમાં જોઈ શકાય છે કે સૌપ્રથમ તે પોતે ખરીદેલી ચીજ કૅશિયરને આપે છે અને કૅશિયર એનું બિલ બનાવે એટલામાં ગન બતાવીને તેની પાસેથી ગલ્લામાંના બધા રૂપિયા ઉપરાંત તેણે ખરીદેલી ચીજ-વસ્તુ લઈને પલાયન થઈ જાય છે.

થોડા દિવસમાં આ પાદરીને દીક્ષા લીધાને ૧૮ મહિના પૂરા થશે. પેસો ફન્ડોના આર્કડિયોસેસમાંથી વાહન ચોરીને ભાગી રહેલા ૨૭ વર્ષના આ પાદરીને પોલીસે ઝડપી લઈ તેની પાસેથી ૨૪૯ ડા’લર (એટલે કે ૧૮,૨૨૨.૦૪ રૂપિયા)માંથી ૧૧૬ ડૉલર (એટલે કે ૮૪૮૮.૯૮ રૂપિયા) પાછા મેળવ્યા છે. આ પાદરીએ ગુનો કબૂલ્યો છે અને તેની પાસેની પ્લાસ્ટિકની નકલી ગનનું વજન માત્ર ૧૦ ગ્રામ છે.

offbeat news hatke news brazil international news