જન્મતાની સાથે જ આ બાળકીએ ડૉક્ટર સામે ભવાં ચડાવ્યાં

24 February, 2020 07:44 AM IST  |  Brazil

જન્મતાની સાથે જ આ બાળકીએ ડૉક્ટર સામે ભવાં ચડાવ્યાં

બાળકીએ ડૉક્ટર સામે ભવાં ચડાવ્યાં

બાળકના જન્મ પછી તેના ફેફસાં વ્યવસ્થિત કામ કરે છે કે નહીં એ ચકાસવા ડૉક્ટરો બાળકને ટપલી મારીને રડાવતા હોય છે. જોકે બ્રાઝિલમાં રિયો ડી જાનેરોની એક હૉસ્પિટલમાં ૧૩ ફેબ્રુઆરીએ એક બાળકીનો જન્મ થયો, પરંતુ તે રડી નહીં. ડૉક્ટરોએ ગર્ભનાળ કાપતાં પહેલાં તેને રડાવવાની કોશિશ કરી તો બાળકીએ ગુસ્સાભરી નજરોથી ડૉક્ટર સામે જોયું. હૉસ્પિટલના સ્ટાફે તેના ગુસ્સાવાળા ચહેરાનો ફોટો લીધો. ગુસ્સાથી તાકનારું આ પહેલું બાળક હોવાથી બાળકીના ચહેરા પરના ગુસ્સાવાળા હાવભાવથી ડૉક્ટરો પણ પરેશાન હતા. જોકે ગર્ભનાળ કાપ્યા પછી તે રડવા માંડી હતી.

આ પણ વાંચો : આ ભાઈ 32 વર્ષથી ડિનરમાં ફ્રાઇઝ અને હૉટડૉગ જ ખાય છે

હૉસ્પિટલવાળાઓએ બાળકીનો ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. ભવાં ચડાવીને નારાજગી વ્યક્ત કરતી આ બાળકીની તસવીર વાઇરલ થઈ છે.

brazil offbeat news hatke news