ચાર્લી ચૅપ્લિનની જેમ પાટિયું આવી ગયું આ ભાઈના મોઢા પર

08 April, 2021 09:13 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પ્લમ્બિંગ, ફર્નિચર કે ઇલેક્ટ્રિક સેટિંગનાં કામો એવાં છે જેમાં પ્રોફેશનલની મદદ અનિવાર્ય હોય છે

વિડિઓમાંથી લીધેલો સ્ક્રીનશોટ

ઘરનાં નાનાં-મોટાં કામો આપણે મોટા ભાગે કોઈ પ્રોફેશનલની મદદ લીધા વિના પૂરાં કરવાનો પ્રયાસ કરીએ છીએ અને એમાં સફળ પણ થઈએ છીએ. જોકે દરેક વખતે એમ નથી થતું હોતું.

પ્લમ્બિંગ, ફર્નિચર કે ઇલેક્ટ્રિક સેટિંગનાં કામો એવાં છે જેમાં પ્રોફેશનલની મદદ અનિવાર્ય હોય છે. કોરોના વાઇરસની મહામારીએ જોકે લોકોને આવાં કામો પણ કરવાની ફરજ પાડી હોવાથી હવે લોકો એવાં કામ પણ કરવાની કોશિશ એક વાર તો કરે જ છે અને યુટ્યુબની મહેરબાનીથી ઘણા સફળપણે આવાં કામો કરી પણ લે છે. યોગ્ય માર્ગદર્શન કે દેખરેખના અભાવે કરેલાં કામો ઘણી વાર હસવા જેવી પરિસ્થિતિ સર્જે છે.

સોશ્યલ મીડિયા પર એક આવો જ વિડિયો વાઇરલ થયો છે જેમાં વરંડામાં લાકડાનું પાટિયું બેસાડવાની કોશિશ કરતા એક માણસનો વિડિયો છે. લાકડાના પાટિયાને બેસાડીને એ બરાબર છે કે નહીં એ ચેક કરવાની કોશિશ કરવા જાય છે ત્યાં તો ફટ દઈને લાકડાનું પાટિયું તેના મોઢા પર વાગે છે. આ સીન જોઈને કોઈને પણ ચાર્લી ચૅપ્લિનનો સીન યાદ આવ્યા વિના ન રહે. આ હાસ્યાસ્પદ ઘટનાનો વિડિયો તેની પત્નીએ જ માઇક્રોબ્લૉગિંગ સાઇટ પર અપલોડ કર્યો છે.

offbeat news national news viral videos